સાસરીયાઓનો અમાનૂષી અત્યાર:કહ્યું- મારે છોકરો જોઈતો હતો તે છોકરીને જન્મ કેમ આપ્યો; પરિણીતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી

પંચમહાલ (ગોધરા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરના દંત્યા પ્લોટ મોહમદી સોસાયટી ખાતે પરણાવેલી પરિણીતાને તેના પતિ સહિત સાસરીયા દ્વારા અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવામાં આવે છે. તેમજ ઘરની બહાર કે તારા પિયરમાં જવાનું નહીં અને મારે તો છોકરો જોઈતો હતો અને તે છોકરીને જન્મ આપ્યો છે. મારે તને રાખવી નથી અને તને ઘરનું કામકાજ આવડતું નથી. તેમ કહીને પરિણીતા સહિત તેની દીકરીને ઘરમાંથી કાઢી મુકતા આખરે પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ સંદર્ભે ગોધરાના ગોહયા મહોલ્લા ઝમઝમ હોટલ પાસે રહેતા ફાયેઝા ફારુક મુસા સદામસની દીકરી અને મોબીન સિદ્દીક સબુરીયાની પત્ની આજથી બે વર્ષ પહેલાથી આજ દિન સુધી તેના પતિ મોબીન સિદ્દિક સબુરીયા એ ખોટા શક વહેમ કરીને ગમે તે બહાને બોલાચાલી કરી ઝઘડો તકરાર કરતા હતા. મા બેન સમાની ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે, તારે ઘરની બહાર કે તારા પિયરમાં જવાનું નહીં. તેમ કહી હેરાન પરેશાન કરવામાં આવતી હતી.

જ્યારે તેના પતિને ફાયેઝાએ સમજાવતી હતી ત્યારે તેનો પતિ મોબીન સિદ્દીક સબુરિયા એકદમ ઉશ્કેરાઈ જઈ મારઝૂડ કરતાં હતા. જ્યારે તેના પતિ સહિત ફાતેમા સિદ્દીક સબુરિયા, નફીસા સિદ્દીક સબુરિયા, હાજરા સિદ્દીક સબુરિયા આ તમામ ફાયેઝાને કહેતા હતા કે, અમારે તો દીકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે, તને ઘરનું કામકાજ આવડતું નથી. તેમ કહી મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી છેલ્લા દસ દિવસથી ફાયેઝા અને તેની દીકરી મરિયમને ઘરમાંથી કાઢી મુકતા આખરે ફાયેઝાએ ગોધરા મહિલા પોલીસ મથકે પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. મહિલા પોલીસ ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...