પંચમહાલ જિલ્લામાં ખેતી વરસાદ આધારીત હોવાથી ચોમાસાની ખેતી વધારા પ્રમાણમાં થતી હોવાથી ચોમાસા પહેલા ખેડૂતો ખાતરનો સ્ટોક કરી લેતા હોય છે. આ વર્ષે ખાતરના ભાવમાં વધારો થવાના કારણે જિલ્લાના ખેડૂતો પર વધારાનો 6.50 કરોડનો બોજો પડશે. એક બાજુ કાળઝાળ ગરમીના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ફાયદો નથી ત્યારે વરસાદ સારો થાય તેવી આશા સેવીને ખેડૂતો બેઠા છે તો ખાતરમાં તોતિંગ વધારો થઇ ગયો છે. એક બાજુ ઉનાળામાં પાક ફેઇલ ગયો છે. સામે ચોમાસુ માથા પર છે. ત્યાં ખાતરના ભાવમં વધારો થતા ખેડૂતોને કફોડી સ્થીતિમાં મુકી દીધા છે.
નર્મદા ફોસ્ફરસના ભાવમાં રૂા. 285નો વધારો થતાં હવે એક બેગના રૂા.1470, ડીએનપીના ભાવમાં રૂા.150નો વધારો થતાં બેગના રૂા.1470 થયા છે. જયારે યુરીયાના ભાવ તો વધ્યા પણ સરકારે સબસીડી વધારતાં તેનો ભાવ યથાવત રહ્યો છે. જિલ્લાના ખેડૂતો મબલખ પાક ઉપજાવવા મજુરી, ખેડાણ, દવા સાથે ખાતર પાછળ ખર્ચ કરવો પડે છે.
ગયા વર્ષ એનપીકે ખાતરની 1,49,580 બોરી અને નર્મદા ફોસ્ફરસની 12,70,440 બોરીનો સપ્લાય થયો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ વધતા જિલ્લાના ખેડૂતો પર વધારનો રૂા. 6.50 કરોડથી વધુનો બોજ પડશે. હાલ જિલ્લામાં ખાતરનો સ્ટોક પુરતા પ્રમાણ હોવાથી ખેડૂતોએ ખાતરની ખરીદી કરવા ખેતી વિસ્તરણ અધીકારીએ અપીલ કરી છે.
પેટ્રોલિયમ પેદાશના ભાવ વધતા ખાતરના ભાવ વધ્યા
હાલ પેટ્રોલીયમ પેદાશના ભાવ આસમાને પહોચ્યા છે. અને યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધ રો મટીરીય રશિયાથી આવતા તેમજ ઇરાનમાં આવેલી ઇફકો ફેકટરીમાં રો મટીરીયલ પુરતા પ્રમાણ ન પહોચતાં તેની સીધી અસર ખાતરના ભાવ પણ પડી છે. જેથી નર્મદા ફોસ્ફરસનો ભાવમાં રૂા. 285 અને ડીએપીમાં બોરી પર રૂા.150 નો વધારો થયો છે. જયારે યુરીયાનો ભાવ વધ્યો પણ સરકારે સબસીડી વધારતા યુરીયાના ભાવ યથાવત રહ્યા છે.
જિલ્લામાં ખેડૂતોની સંખ્યા તથા જમીન વિસ્તાર | ||
તાલુકો | ખેડૂતોની સંખ્યા | જમીન હેક્ટરમાં |
ગોધરા | 41716 | 53647 |
કાલોલ | 27043 | 31127 |
હાલોલ | 17174 | 29142 |
શહેરા | 23576 | 37511 |
જાંબુઘોડા | 3961 | 6603 |
ઘોઘંબા | 17806 | 32278 |
મોરવા(હ) | 11046 | 21753 |
બે વર્ષનું વાવેતર હેકટરમાં | ||
વાવેતર | વર્ષ 2020 | વર્ષ 2021 |
ખરીફ | 163422 | 160224 |
રવિ | 58980 | 44435 |
ઉનાળુ | 12642 | 10749 |
ખાતરનો સપ્લાય, હાલનો સ્ટોક | |||
ખાતર | 2021 | 2,022 | હાલ સ્ટોક |
યુરીયા | 63522 | 50,350 | 12,839 |
ડીએપી | 7148 | 4,536 | 804 |
એનપીકે | 7479 | 970 | 1,546 |
ખેડૂતોએ 60% ખાતરની ખરીદી કરી લેવી જોઇએ
જિલ્લામાં ખરીફ પાકનું વાવતેરની તૈયારીઓ 5 જુન બાદ શરૂ થયા છે.જેથી આગામી ખરીફ સિઝન માટે વિક્રેતાઓ, સસ્થાઓ કે મંડળીઓ ખાતરની ખરીદી કરીને સંગ્રહ કરવો નહિ,જિલ્લામાં હાલ ખાતરનો જરૂરીયાત પ્રમાણમાં જથ્થો છે. જેથી ખેડૂતોએ અત્યારે જરૂરીયાત મુજબના 60 ટકા ખાતરના જથ્થાની ખરીદી કરીને સંગ્રહીત કરી દેતો જોઇએ. - એ.આર. સોનારા, ખેતી વિસ્તરણ અધીકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.