કાર્યવાહી:કાલોલમાં 1.10 લાખ ભરેલી થેલીની ચીલઝડપ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ગઠિયાઓ સામે ગુનો નોંધાયો
  • શર્ટની પાછળ કીડીઓ છે તેમ કહીને બે ગઠિયાઓ થેલી ઉઠાવી ગયા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના શેરપુર ગામના પ્રવિણસિંહ બળવંતસિંહ પરમાર કાલોલની બેંક ઓફ બરોડમાંથી ખાતાંમાંથી રૂા.1,10,000 રોકડા ઉપાડીને થેલીમાં અન્ય પાસબુક સાથે મુક્યા હતા. પૈસા ઉપાડીને પ્રવીણસિંહ પરમાર ચાલતા કાલોલ બસ સ્ડેન્ડ તરફ જતાં હતા તે દરમિયાન તેઓને ખંજવાળ આવતાં પાછળ ચાલતા એક ઇસમે પાછળ કીડીઓ છે. તેમ કહ્યું અને પ્રવિણસિહ ચાલતા બસ સ્ડેન્ડ આવીને પૈસા ભરેલી થેલી કેન્ટીનના ફ્રીજ પર મુકીને પહેરેલો શર્ટ અને બંડી કાઢીને પાણીથી ધોતા હતા.

તે દરમિયાન એક બીજો ઇસમ પાણીની બોટલ લઇને આવીને હાથ ધોવા પાણી આપ્યું હતુ. તે દરમિયાન બે અજાણ્યા ઇસમોએ ફ્રીજ પર રોકડા રૂપિયાની થેલીની ચીલઝડપ કરીને લઇ ગયા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...