ભાસ્કર વિશેષ:ગોધરાના ફૂલ સયેદ પાર્કમાં માર્ગની કામગીરી બંધ કરાવી

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષથી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ નહિ મળ્યાનો સ્થાનિકોનો આક્ષેપ
  • કામગીરી ફક્ત 8 મકાનો પૂરતી થતા સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો : કલેકટરને લેખિતમાં માર્ગ લંબાવવા માટે માંગણી કરી

ગોધરા શહેરમાં પાલિકા ના વોર્ડ ન.11 માં આવતા ગોધરા આર.ટી.ઓ.કચેરી જવાના માર્ગ ઉપર આકાશવાણી કેન્દ્ર સામે ફૂલ સયેદ પાર્ક માં માર્ગની નવીનીકરણ ની કામગીરી દરમ્યાન હોબાળો મચાવીને માર્ગ ની કામગીરી બંધ કરાવવામાં આવેલ હતી વિસ્તાર માં અનેક મકાનો આવેલ છે છતાં ફક્ત આઠ દાસ મકાનો પૂરતો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ સાથે જિલ્લા કલેકટર ને લેખિત માં ફરિયાદ કરવામાં આવીછે અને માર્ગ ની લંબાઈ વધારવા માટે માગ કરવામાં આવેલ છે

ગોધરા શહેરમાં પાલિકા ના વોર્ડ ન.11 માં આવતા ગોધરા આર.ટી.ઓ.કચેરી જવાના માર્ગ ઉપર આકાશવાણી કેન્દ્ર સામે ફૂલ સયેદ પાર્ક માં સી.સી. માર્ગની નવીનીકરણની કામગીરી ચાલતી હતી. તે દરમ્યાન સ્થાનિકોએ હોબાળો મચાવીને અનેક વાંધા ઉઠાવ્યા હતા. અને માર્ગની કામગીરી બંધ કરાવવામાં આવેલ હતી. માર્ગની નવીનીકરણ માટે કોન્ટ્રાકટર દ્વારા ડ્રેસિંગની કામગીરી ચાલી રહેલ હતી. તે વખતે સ્થાનિકોએ માર્ગ ફક્ત આઠ દસ મકાનો પૂરતો બનવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યુ હતુ. જયારે આ વિસ્તારમાં બીજા મકાનો આવેલ છે.

ત્યાં વર્ષોથી માર્ગ બનવવામાં આવેલ નથી. માર્ગની કામગીરી કરવી હોય તો આખે આખો માર્ગ પૂર્ણ બનવવા માટે માંગણી કરવામાં આવેલ હતી. જેને લઈ ને સ્થાનિકોએ માર્ગની કામગીરી બંધ કરાવવામાં આવેલ હતી. અા અંગે સ્થાનિકોએ તા.15 માર્ચ 2023 ના રોજ જિલ્લા કલેકટરને હાલમાં થયેલ સી.સી માર્ગના વિવાદ તથા માર્ગની માર્ગની લંબાઈ વધારવા માંગ કરવામાં અાવી છે. તથા વિસ્તારમાં અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને વર્ષો થી અન્યાય થતો હોવાના આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...