ગોધરા બાયપાસ પાસેની સ્કૂલ પાસે પુરપાટ અાવતી કારે રીક્ષાને ટક્કર મારતાં અંદર બેસેલા 4 વ્યક્તિઅોને ગંભીર ઇજાઅો પહોચી હતી. ગંભિર ઇજાઅોથી રીક્ષા ચાલકનું મોંત થયું હતું જયારે ત્રણ વ્યક્તિઅોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા.
દાહોદના અસ્લમભાઇ શેખ, તેમના પિતા ગનીભાઇ, બહેન અાબેદાબેન તથા તેમનો દિકરો તોશીફનાઅો સીઅેનજી રીક્ષામાં બેસીને પરવડી બાયપાસ પાસે તેમના સગાને ત્યાંથી પરત ફરતા જયજલારામ સ્કૂલ પાસે અજાણ્યા કાર ચાલકે પોતાના કબજાની કારને પુરપાટ હકારીને રીક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં બેસેલા ચાર ઇસમોને ગંભીર ઇજાઅો થઇ હતી.
તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન રીક્ષા ચાલક અસ્લમભાઇ શેખનુ મોંત નિપજયું હતું. જયારે 3 ઇજાગ્રસ્તોની સારવાર હેઠળ છે. કાર ચાલક કાર સ્થળ ઉપર મુકીને નાસી ગયો હોવાથી પોલીસ ફરીયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.