2022ની વિધાન સભાની ગુજરાત રાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રસના કારમો પરાજય પછી કોંગ્રેસના પ્રેદેશ મોવડી મંડળના આદેશને લઈ કોંગ્રેસ કાર્યકરો તથા હોદેદારોની મિટિંગ વડોદરા સર્કીટ હાઉસમાં રાખવામાં આવેલ હતી. જેમાં જિલ્લાઓમાંથી કોંગ્રેસના કાર્યકરોને વિધાન સભાની ચૂંટણીઓની હારની સમીક્ષા મુદ્દે ચર્ચા માટે મહત્વની મટિન્ગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગોધરા તથા પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો મિટિંગમાં ભાગ લેવા માટે પહોચ્યા હતા.
બેઠકમાં વિધાન સભાની ચૂંટણીમાં હારના ક્યાં ક્યાં કારણો છે. જેના વિશ્લેષણ માટે એઆઈસીસી માંથી ત્રણ સભ્યોની કમિટીઅે મધ્ય ગુજરાતની તમામ બેઠકો માટે 2 કલાક થી વધુ સમય સુધી ચર્ચાઓ કરીને અલગ અલગ મુદ્દે વિશ્લેષણ કરવામાં આવેલ હતું. જેમાં નાગપુરના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિન રાઉત સાથે કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા.
જેમા પંચમહાલ જિલ્લા કોંગ્રેસના હોદેદારોમાં જિલ્લા પ્રમુખ અજિત સિંહ ભટ્ટી, પંચમહાલ માયનોટરી ચેરમેન ઈમ્તિયાઝ ભાઈ સુજેલા, પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મીકકી જોસેફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી પ્રમુખ ફરીદભાઈ ચરખા, પંચમહાલ જિલ્લા મહા મંત્રી આબિદભાઈ શેખ, ગોધરા શહેર પ્રમુખ સિદ્દીક ચલાલીવાળા, ગોધરા શહેર ઉપ પ્રમુખ રુહુલમીન મેંદા સહિત અન્ય હોદેદારો અને કાર્યકરો હાજર રહેલ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.