અવસર છે લોકશાહીનો:ગોધરામાં મતદાન જાગૃતિ માટે શાળા-કોલેજમાં સંકલ્પપત્રોનું વિતરણ કરાયું

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને લઈ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જિલ્લાના મતદારો જાગૃતતાપૂર્વક મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે તમામ મતદારોને પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે. જે અંતર્ગત વાલીઓ પણ જાગૃત બનીને સક્રીયપણે લોકશાહીના આ પર્વમાં ભાગ લે તથા 100 ટકા મતદાનનો સંકલ્પ લે તે માટે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત કરાઈ રહ્યાં છે.

સંકલ્પ લેવાનું આયોજન કરાયું
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને લઈ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી મતદાન જાગૃતિ માટે શુભેચ્છાપત્રો પણ એનાયત કરાયા હતા. પ્રાથમિક, માધ્યમિક અને કોલેજના વિધાર્થીઓ “અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે મતદાન જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત 5 લાખ 90 હજાર 500 સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 2 લાખ 31 હજાર 500, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 લાખ 50 હજાર 500, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 1 લાખ 8 હજાર 500 સહિત કુલ 5 હજાર 90 હજાર 500 સંકલ્પપત્રોનું વિતરણ કરીને મતદાન માટે સંકલ્પ લેવાનું આયોજન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...