કાર્યવાહી:મેસરી નદીના ધસમાંથી રાજસ્થાનથી કતલ કરવા લવાયેલ 9 ગૌવંશ બચાવ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પોનો પોલીસે પીછો કરતાં ગભરાઇને ટેમ્પો દીવાલને અથડાવી દીધો હતો

ગોધરાના અમદાવાદી તવા ફ્રાય હોટલ પાસે પોલીસની ગાડી દેખીને અેસેન્ટ તથા બંધ બોડીનો અાઇસર રોડ પરથી ઇદગાહ મોહલ્લા તરફ ફુલ સ્પિડે ભગાવ્યો હતો. પોલીસને બંને વાહનો શંકાસ્પદ લાગતાં બંનેનો પીછો કર્યો હતો. અેસેન્ટના ચાલક કાર મુકીને નાસી ગયો હતો. જયારે અાઇસરના ચાલકે ટેમ્પાને મકાનની દિવાલને અથડાવતા પોલીસે ટેમ્પા ચાલક અલવરનો શેકુલ ઉમરદ્દીન મીયાને પકડયો હતો. પકડાયેલા શૈકુલની પુછપરછ કરતાં જણાવેલ કે રાજસ્થાનના અેક ગામમાંથી ગાયો અને બળદો ભરીને ઇદગાહ મહોલ્લામાં સુફીયાન હોકલાને અાપવા અાવ્યો હતો.

જે નદીના ધસમાં ખુલ્લી જગ્યામાં ઉતારેલ હતા. તેમજ કારમાંથી સુફીયાન હોકલા લઇને ગયો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે નદીના ધસમાં તપાસ કરતાં કતલ કરવાના ઇરાદે બાંધેલા 5 નંગ ગાય અને 4 નંગ બળદ મળી અવતાં તેને કતલે જતા બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી અાપ્યા હતા. પોલીસે કુલ 9 નંગ પશુઅો, અેક અાઇસર ટેમ્પો, અેક અેસેન્ટ કાર તથા અેક મોબાઇલ મળીને કુલ રૂા.14,10,500નો મુદ્દામાલ કબ્જે કરીને શૈકુલ ઉમરદ્દીન મીયા, સુફીયાન મહોમ્મદ હનીફ હોકલા તથા પશુઅોને મોકલનારનાઅો સામે ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...