કાર્યવાહી:શહેરાના ધામણોદ ચોકડીથી કતલે જતાં 4 પશુને બચાવ્યા

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે ચાર સામે ફરિયાદ નોધાઇ

શહેરાના ધામણોદ ચોકડી બાજુથી છોટા હાથીમાં ગૌવંશ ભરીને જવાના છે. તેવી બાતમી શહેરા પોલીસને મળતાં પોલીસે ધામણોદ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વાહન અાવતાં પોલીસે રોકીને તપાસ કરતાં ચાલક સહિત 4ને પકડયા હતા. તપાસ કરતાં 3 વાછરડા અને 1 ગાયને કતલના ઇરાદે બાંધેલા મળ્યા હતા. પોલીસે પશુને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી અાપ્યા હતા. પકડાયેલા વસીમ નઝીર શેખ, સમીર સંમદર બેલીમ ,અારીફ યુસુફ શેખ તથા અેઝાજ અશરફ અન્સારી રહે તમામ શહેરાના વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...