ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લેન્ડ ગ્રેબીંગનો કાયદો બન્યો છે, આ વિષયને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મનું નિર્માણ ગોધરાના ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવ્યું છે. ગોધરા જીઆઈડીસી હોલ ખાતે આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા અને પત્રકારોને ફિલ્મ વિશે માહિતી આપવામાં આવી હતી. આવા વિષય પર પહેલીવાર કોઈ ફિલ્મ ગુજરાતમાં બની છે.
જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મુવીઝ દ્વારા સમગ્ર દેશ સાંપ્રત સમસ્યા કહી શકાય તેવી જમીન પર દબાણ અને ત્યારબાદલેન્ડ ગ્રેબિંગ તળે કાર્યવાહી અને જમીન માફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડવી અને પીડિત પરિવાર પર અત્યાચાર ગુજારવા વગેરે સાંપ્રત ઘટનાની સાંકળતી લેન્ડ ગ્રેબિંગ ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે અને આગામી 10મી માર્ચના રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જાણીતા સિનેમા ઘરોમાં રિલીઝ થનાર છે.
આ ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે જાણીતા સમગ્ર ગુજરાતના યુવાનોમાં લોકપ્રિય એવા જાણીતા લોકગાયક ઉમેશ બારોટ, ચેતન દેયા અને મુખ્ય અભિનેત્રી તરીકે જીલ જોશી પોતાના કીરદાર નિભાવી રહ્યાં છે. ગેરકાયદેસર જમીન પર કબજો કરનાર જમીન માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. આમ સમગ્ર ઘટનાને સાંકળીને સરકાર દ્વારા જે કાયદાનું અમલી બનાવવા આવ્યો છે. તેના વ્યાપક પ્રચાર પ્રસાર આ ગુજરાતી ફિલ્મમાં કરવામાં આવ્યો છે અને લોકજાગૃતિ પણ મુખ્ય પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
લેન્ડ ગ્રેબીન ગુજરાતી ફિલ્મ જમીન માફિયા ઉપર પોલીસ કાયદાનો સંકજો કેવી રીતે ઉગામે છે અને પીડિત કેવી રીતના પોલીસનું રક્ષણ મળે છે. તે ઘટનાને પણ સાકળી લેવામાં આવી છે અને પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી છે. આ ફિલ્મમાં ડાયરેક્ટર તરીકે મુંબઈના યુવા કાદિર સૈયદ હરીશ બારીયા રહ્યા છે અને ફિલ્મ નિર્માતા તરીકે જગદીશચંદ્ર બારીયા ગોધરા વાળાએ પોતાની જવાબદારી નિભાવી છે. આજે પત્રકાર પરિષદમાં ઉમેશ બારોટ, જીલ જોશી, ચેતન દયા અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.