વ્યાજખોરો સામે પોલીસ આકરા પાણીએ:ગોધરામાં 7વ્યાજખોરો સામે ફરિયાદ : 3ની ધરપકડ

પંચમહાલ (ગોધરા)19 દિવસ પહેલા
  • લોક દરબારમાં આવેલી 17 અરજી પૈકી 4માં કાર્યવાહી : સાત વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરતાં અન્ય વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ નાના-મોટા વેપારી પાસે બિનઅધિકૃત રીતે વ્યાજના નાણાં આપી બાદમાં પઠાણી વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. વ્યાજખોરો સામે લડાઈમાં લોક જાગૃતિ કેળવાય તે માટે ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ તાલીમ ભવનમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લા ગોધરા રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અઘ્યક્ષ સ્થાને લાયસન્સ કે રજીસ્ટેશન વગર વ્યાજખોરીનો ધંધો કરતા તત્વો સામે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા પોલીસે બિન અધિકૃત રીતે વ્યાજનો ધંધો કરનારા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરી એ અને બી ડિવિઝન પોલીસ ટીમ સહિત એલસીબી શાખા દ્વારા ગેરકાયદેસર રજીસ્ટ્રેશન વગર નાણા ધીરનારનો ધંધો કરી ગ્રાહકોને પાસે બેફામ વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં પઠાણી વ્યાજ વસૂલ કરનાર રમુભાઈ દોહલાણી અને નરેશભાઈ મોતીલાલ દોહલાણી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં પ્રથમ બનાવમાં ગોધરા શહેરના પિંજારવાડ લીમડી ફળિયા ખાતે આવેલા ડાયમંડ હોટલની ગલીમાં રહેતા યુનુસ મુસ્તાક હુસેન લાલાએ નાણાં ધીરધાર કરવાનું રજીસ્ટ્રેશન નહીં કરાવી અને બિન અધિકૃત રીતે ગ્રાહકો પાસેથી વેચાણના દસ્તાવેજ કુલ -04 વેચાણ બાનાખત-02 મકાન ગીરીખત-02 તેમજ અલગ અલગ બેંકોના ચેક અને જુદા જુદા દરની ચલની નોટો મળી કુલ રૂ. 27,150 ગ્રાહકો પાસેથી મુદ્દલ તથા વ્યાજના નાણા પોતાની ભોગવટાની દુકાનમાં રાખેલા જે એલસીબી શાખાની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા.

બીજા બનાવ સંદર્ભે ગોધરાના બામરોલી રોડ રાયણવાડી સોસાયટી પાસે આવેલા રામકૃષ્ણ કો.ઓ.સોસાયટી ખાતે રહેતા ડો.દક્ષેશકુમાર નવીનચંદ્ર વ્યાસ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલું કે રમુભાઈ દોહલાણી અને નરેશભાઈ મોતીલાલ દોહલાણીએ મને વગર લાયસન્સ માસિક 5% લેખે 70 હજાર રૂપિયા આપ્યા હતા અને સિક્યુરિટી પેટે મારી પાસેથી 6 કોરા ચેક લઈ બળજબરીપૂર્વક વ્યાજ સહિતના નાણાં વસુલ કરી વધારાના નાણા 13,00,000 નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફોન ઉપર નાણાં વસૂલ કરવા માટે ધાકધમકી આપી હતી. જ્યારે રાજુભાઈ નટવરલાલ શાહ અને ધવલ રાજુભાઈ શાહે નાણા ધીરધાર કરવાના લાયસન્સ વગર રૂપિયા 9 લાખ તથા 2 લાખ રૂપિયા મળી કુલ 11 લાખ, 5% ના વ્યાજે આપી દોઢ વર્ષ સુધી વ્યાજ લીધેલા બાદમાં વ્યાજના નાણાં ન ભરાતા ધાક ધમકી આપી અને મારી ક્રેટા કાર લઈ લીધેલી હતી. સાથે કોરા ચેક અને સ્ટેમ્પ પણ લીધા હતા. જેથી ડૉ.દક્ષેશકુમાર નવીનચંદ્ર વ્યાસ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવી પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવ સંદર્ભે ગોધરાના ગોહ્યા મહોલ્લા ખાતે રહેતા મરિયમ ઈલ્યાસ ભટુક પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે 16/ 1/ 2018 ના રોજ પટેલવાડા જનતા બેંકની બાજુમાં ઈલ્યાસ ઝેરોક્ષની દુકાન ઉપર સુલેમાન ઈબ્રાહીમ રહેમત ઉર્ફે ભોભાએ મને વગર લાયસન્સ રૂપિયા 21,000 હજાર 3 ટકા માસિક વ્યાજે આપી તેમજ સિક્યુરિટી પેટે કોરા ચેક લીધા હતા. જેના બાદમાં મેં સુલેમાન ઈબ્રાહીમ રહેમતને 72,400 રૂપિયાના નાણાં ચૂકવેલા હતા. છતાં પણ તેઓ અવારનવાર નાણા નહીં આપું તો નહીં છોડું તેમ કહી વધારાના નાણા માંગણી કરી રહ્યો છે. જેથી મરિયમ ઈલ્યાસ ભટુકે ગોધરા બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

ફરિયાદ-1 : લીમડી ફળિયામાં દરોડો
ગોધરાના પીંજારવાડાના લીમડી ફળીયામાં નાણા ધીરધાર રજીસ્ટ્રેશન વગર યુનુસ મુસ્તાક હુસેન લાલા ગેરકાયદેસર વ્યાજનો વ્યવસાય કરી રહ્યો હોવાની બાતમી અેલસીબી પોલીસને મળી હતી. બાતમીના અાધારે અેલસીબી પોલીસે લીમડી ફળીયામાં રેઇડ કરીને યુનુસ લાલાને પકડી પાડયો હતો. તેની દુકાનમાં તપાસ કરતાં 4 નંગ વેચાણ દસ્તાવેજો, 1 નંગ વેચાણ બાનાખત, મકાન ગીરો ખત 2 નંગ તથા અલગ અલગના 6 કોરા ચેક અને વ્યાજ રોકડા રૂા. 27150 મળી અાવ્યા હતા. પોલીસ મથકે વ્યાજખોરો સામે ગુનો નોંધી ને કાર્યવાહી કરી હતી.

ફરિયાદ-2 : 7 લાખની સામે 13 લાખની માગણી કરી
ગોધરા શહેરના રમુ દોહલાણીઅે ર્ડો. દક્ષેશકુમાર વ્યાસને લાયસન્સ વિના માસિક 5 ટકા વ્યાજે 7 લાખ રૂપિયા વ્યાજે અાપ્યા હતા. રમુ દોહલાની દ્વારા સિક્યુરિટી પેટે 6 કોરા ચેક લઈને બળજબરી પૂર્વક વ્યાજ સહિતના નાણાં વસૂલ કરીને કરીને વધારાના રૂા.13 લાખ નહિ આપો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ વ્યાજખોર નરેશભાઇ મોતીલાલ દોહલાણીઅે આપી હતી. તેમજ રાજુ નટવરલાલ શાહ અને ધવલ રાજુ શાહે ધિરધારના લાયસન્સ વગર રૂા.11 લાખ 5 ટકાના વ્યાજે ર્ડો.ને અાપ્યા હતા.

વ્યાજખોર રાજુ શાહ અને ધવલ શાહે 5 ટકા લેખે દોઢ વર્ષ સુધી પઠાણી વ્યાજ વસુલ્યું હતું. બાદમાં ર્ડો.અે વ્યાજ ન ભરતાં બંને વ્યાજખોરોઅે ધમકી અાપીને તેઅોની ક્રેટા કાર રજીસ્ટર નોટરી કરાવીને લઇ લીધી હતી. કાર લીધા બાદ ર્ડો.પાસેથી લીધેલા કોરા ચેક અને સ્ટેમ્પ પણ પરત અાપ્યા ન હતા. લોકદરબારમાં કરેલી અરજીની તપાસ બાદ ર્ડો.દક્ષેશભાઇ શાહે ચાર વ્યાજખોરો સામે ગોધરા અે ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

ફરિયાદ-3 : 21 હજાર સામે 72 હજાર ચુકવ્યા છતાં ધમકી આપવામાં આવી
ગોધરાના ગોહ્યા મહોલ્લા ખાતે રહેતા મરિયમ ઈલ્યાસ ભટુકે વર્ષ 2018 માં પટેલવાડા જનતા બેંકની બાજુમાં ઈલ્યાસ ઝેરોક્ષની દુકાન ઉપર લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતાં સુલેમાન ઈબ્રાહીમ રહેમત ઉર્ફે ભોભાએ પાસેથી રૂા. 21 હજાર 3 ટકાના વ્યાજે લઇને સિકયુરીટી પેટે કોરા ચેક લીધા હતા. મરિયમબેન વ્યાજખોર સુલેમાન ઈબ્રાહીમ રહેમતને રૂા.72,400 ચૂકવેલા હતા. છતાં પણ તેઓ અવારનવાર નાણા નહીં આપું તો નહીં છોડું તેમ કહી વધારાના નાણા માંગણી કરી કરતો હતો. અા અંગેની મરિયમ ઈલ્યાસ ભટુકે ગોધરા બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...