સતાનો મહાસંગ્રામ:ગોધરા બેઠક પર કોંગ્રેસમાંથી રશ્મિકા ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યુ; વિશાળ રેલી યોજી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

ગોધરા શહેરના અમદાવાદ હાઈવે પાસે આવેલા મોતીબાગ ખાતે 126 વિધાનસભા બેઠક પરના ઉમેદવાર રશ્મિકા દુષ્યંતસિંહ ચૌહાણે આજરોજ ગુરૂવારે ભવ્ય જનમેદની વચ્ચે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતાં. રેલી સ્વરૂપે ગોધરા પ્રાંત કચેરી ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભર્યું હતું.

સમાજના સંગઠનો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું સ્વાગત
ગોધરા શહેરના મોતીબાગ ખાતેથી એક રેલી સ્વરૂપે ગોધરાના મુખ્ય માર્ગ જેવા કે ભૂરાવવા ચાર રસ્તા, લાલબાગ બસ સ્ટેન્ડ, સિવિલ લાઈન્સ રોડ થઈને વિવિધ માર્ગો ઉપર ભવ્ય જનમેદની વચ્ચે આજરોજ પોતાનું ફોર્મ ભરવા માટે આવ્યા હતાં. આ વખતે ગોધરા વિધાનસભા બેઠક ઉપર જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ રશ્મિકા ચૌહાણે વ્યક્ત કર્યો હતો. વિવિધ સમાજના સંગઠનો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર રશ્મિકા ચૌહાણનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોટા માર્જિનથી જીતે તે માટે આશાઓ વ્યક્ત કરી
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, ગોધરા વિધાનસભા બેઠક પરના ઉમેદવાર રશ્મિકા ચૌહાણે ગ્રામ્ય લેવલથી તાલુકા લેવલ સુધી બહોળા પ્રમાણમાં પ્રસાર-પ્રચાર કરવો પડશે. તેઓ જંગી બહુમતીથી જીતે તે માટે સૌ કાર્યકરોએ અત્યારથી જ કામે લાગી જવું પડશે. આ વખતની ગોધરા વિધાનસભાની બેઠક મોટા માર્જિનથી જીતે તે માટે આશાઓ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...