ગોધરામાં રામસાગર તળાવને બ્યુટીફીકેશન કરવા માટે ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા સરકારમાંથી .4.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી રામસાગર ફરતે વોક વે, બેસવાની વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટઅો સહીતની સુવીધાઅો ઉભી કરવા ખર્ચ કરાશે . પાલિકા દ્વારા રામસાગર તળાવનું બ્યુટીફીકેશન કરીને ગણેશ મહોત્સવમાં મુર્તીના વિર્સજનની અલગથી વ્યવસ્થા પણ બનાવાશે. તળાવનુ બ્યુટીફીકેશન કરવાની શહેરની રોનક બદલાઇ જશે. અધતન સૂવિધા સાથે બ્યુટીફીકેશન માટે પાલીકા ટેન્ડરીંગ પ્રક્રીયા હાથ ધરી છે.
પાલીકા દ્વારા બ્યુટીફીકેશનનું ટેન્ડર બહાર પાડીને અેજન્સીને વર્ક અોર્ડર પણ અાપી દેવાયો છે. 2023માં બ્યુટીફીકેશન પુર્ણ કરવા પાલીકા તૈયારીમંા લાગી ગયું છે. જયારે પાલિકા દ્વારા 10 કરોડના ખર્ચે નવીન રોડ બનાવાશે. જેથી શહેરીજનોને પડતી તકલીફો દુર થશે. તેમ જ સરદાર નગર ખંડના રીનોવેશનની કામગીરી પણ નવા વર્ષમાં ચાલુ કરીને પુર્ણ કરવામાં અાવશે. શહેરના ભૂરાવાવ વિસ્તારમાં નવીન રૂા.5 કરોડના ખર્ચે નવીન ટાઉન હોલ બનવીને શહેરને ભેટમંા અાપશે.
રામસાગર તળાવના બ્યુટીફીકેશન સાથે બગીચાનું પણ રૂા.5 લાખના ખર્ચે રીનોવેશન કરવામાં અાવશે. ત્યારે નવા વર્ષમાં તળાવનુ બ્યુટીફીકેશન, નવીન રસ્તાઅો, નવીન ટાઉન હોલ સહીતની સુવીધાઅો પાલિકા ઉભી કરીને શહેરીજનોને ભેટ અાપશે.
બ્યૂટિફિકેશનનું કામ 20મી બાદ ચાલુ થઇ જશે
ગોધરાના રામસાગર તળાવના બ્યુટીફિક્શન માટે ગોધરા ધારાસભ્યના અથાક પ્રયત્નોથી 4.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવવામાં અાવ્યા છે. અાગામી 20 મી જાન્યુઅારી બાદ બ્યુટીડીકેશનનું કામ ચાલુ થઇ જશે. તળાવ ને ફરતે વોક વે સહીત સુવિધાઓ કરવામાં આવશે સાથે શહેરમાં રૂા.10 કરોડના નવીન રોડ તથા ભુરાવાવ વિસ્તારમાં નવીન ટાઉન હોલ અા વર્ષ માં બની જશે. નવા વર્ષ માં બ્યુટીફીકેશનનું કામ શહેરમાં અનેક વિકાસના કામો થશે - સંજય સોની, પાલીકા પ્રમુખ
તળાવની વચ્ચે બેટ પર શ્રી રામની મૂર્તિ મૂકાશે
રામસાગર તળાવના બ્યુટીફીકેશનમાં તળાવને લાઇટીંગની સુવિધા સાથેનો 890 મીટર વોક વે બનાવા શે. તળાવની વચ્ચે અાવેલ બેટ પર વિવિધ પ્રકારની લાઇટો મુકીને ભગવાન શ્રી રામની મોટી મુર્તી મુકાશે . સિનીયર સીટીઝન માટે વોક વે પર ચાલવાની સુવિધા સાથે બેઠકની સુવિધાઅો ઉભી કરાશે. રામસાગર તળાવનું બ્યુટીફીકેશનનો વર્ક અોર્ડર અેજન્સી અાપી દેવાયો છે. 20 મી જાન્યુઅારી બાદ રામસાગર તળાવનું બ્યુટીફીકેશનનું કામ શરૂ કરવામાં અાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.