ઘોઘંબાના શિક્ષકનું વિદેશમાં સન્માન:પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈની વર્લ્ડ કક્ષાએ નોંધ; હાવર્ડ યુનિવર્સિટીમાં એવોર્ડ આપી સન્માનિત કરાયા

પંચમહાલ (ગોધરા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજના સમાજમાં શિક્ષકનો મહિમા ખાસ છે. શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને અઢળક આશાઓ રહેલી હોય છે અને શિક્ષકો આ આશા-અપેક્ષાઓ પર ખરાં ઉતરવાના ઘણાં પ્રયત્ન પણ કરતા હોય છે. ચાણક્ય એ શિક્ષક માટે સરસ વાત કરી કે,‘શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, પ્રલય અને નિર્માણ એના ખોળામાં રમે છે'. ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામ એવા ઘોંઘબા તાલુકામાં આવેલી દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર પટેલ કે જેઓ શિક્ષણની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ જોડે પણ સંકળાયેલા છે અને તેવો દિવ્યાંગજનો પ્રત્યેની લાગણી અને કોઈપણ દિવ્યાંગ એમ ન વિચારે કે હું કઈ કરી નહીં શકું તે માટે રાજેશભાઈ અથાગ પ્રયત્નો કરતા આવ્યા છે અને દરેક દિવ્યાંગ પોતે આત્મ નિર્ભર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં 75 જેટલા દિવ્યાંગજનોને માટે મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા પોતે પોતાનું કાર્ય કરે તે માટે ટ્રાયસિકલ આપવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય કે દેશ નહીં, પરંતુ વિદેશમાં લેવામાં આવી હતી અને આ ભગીરથી કાર્ય માટે ઘોંઘબા તાલુકામાં આવેલી દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર પટેલને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘબાં તાલુકાના દુધાપૂરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પટેલ વર્લ્ડ કક્ષાએ નોંધ લેવામાં આવી છે. જેમાં બ્રિટિશ પ્રાલમેન્ટ લંડન સ્થિત હાવર્ડ યુનિવર્સિટી જે 30 જેટલા મોટા વિભાગ ધરાવે છે અને જે દેશ અને દુનિયામાં સારું કામ અથવા વિશિષ્ટ પ્રકારની કામગીરી જેની નોંધ લેવામાં આવે છે. ગત વર્ષે ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશમાં તેની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ મુંબઈ, વડોદરા, આણંદ, તરફથી પંચમહાલ, દાહોદ, મહીસાગર, તાપી, જિલ્લાના કુલ 75 જેટલા દિવ્યાંગ લોકો કે જે લોકોને પગ નથી. તેવા લોકો હરી ફરી શકે તે માટે ટ્રાયસિકલ વિના મૂલ્યે આપવામાં આવી હતી. જેથી આ દિવ્યાંગ લોકોના પરિવાર અને તેઓના જીવનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉડાણના વિસ્તારોમાં ગરીબ આદિવાસી લોકો લોકો રહે છે ત્યાં જે નિસહાય અને વિધવા બહેનોને અલગ અલગ પ્રકારે રાશનકીટ, સાડીઓ, શિયાળામાં બ્લેંકેટ આપે છે અને આજ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક-પેન, ઉપરાંત જે ગરીબ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવે છે. આ સિવાય છ જેટલી પ્રાથમિક શાળામાં વિદેશી સંસ્થાઓ દ્વારા અંતરિયાળ ગામડાના બાળકોને સ્વચ્છ પાણી મળી રહે તે માટે આર ઓ પ્લાન્ટ આપવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામ એવા ઘોઘબાં તાલુકાની દૂધાપૂરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજેશભાઈ પટેલ છેલ્લા 2004થી શિક્ષણ સાથે સામાજિક સેવાઓ પૂરી પાડતા આવ્યા છે.

ઘોઘંબાના શિક્ષક રાજેશકુમાર પટેલને બ્રિટિશ પાર્લામેન્ટ લંડન હાવર્ડ રેકોર્ડમાં સ્થાન મળતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા રેકોર્ડ સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. રાજેશભાઈ પટેલ દ્વારા પંચમહાલ, દાહોદ અને મહિસાગર, તાપી જિલ્લાના વિવિધ દિવ્યાંગો તથા જરૂરિયાતમંદ લોકોને ઘરમાંથી બહાર નીકળી અને કામ ધંધો કરી શકે તે માટે ઉત્તમ કામગીરી હાથ ધરી હતી. જેથી તેઓની નોંધ વિશ્વ કક્ષાએ તેમજ દેશમાં ખૂબ પ્રચલિત થઈ હતી. જે બદલ અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં સ્વામિનારાયણ સંસ્થાના અભય દર્શન સ્વામી દ્વારા આવનાર સમયમાં તેઓ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે. રાજેશકુમાર પટેલે શિક્ષણ કાર્યની સાથે આજ દિન સુધી મર્યાદિત સમયમાં 75 ટ્રાઇસિકલ દિવ્યાંગજનો સુધી વિનામૂલ્યે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...