ખેડૂતોને હાશ:પંચમહાલ-મહિસાગરમાં વરસાદ લુણાવાડામાં 2.5,મોરવામાં 2 ઇંચ

ગોધરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરામાં 41 મીમી, બાલાસિનોરમાં 26 મીમી નોંધાતા ખેડૂતોને હાશ

પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદની રાત્રીના સમયે જોરદાર અેન્ટ્રી થતાં ખેડૂતો અાનંદીત થયા હતા. જિલ્લાઅોમાં ખેડૂતોઅે ડાંગર, મકાઇ, કપાસ સહીતની ખેતીની વાવણી કરી છે. ત્યારે ખેતીલાયક વરસાદ પડતા મખમલી પાક ઉતારવાની શકયતાઅો ખેડુતોઅે સેવી રહ્યા છે. પંચમહાલમાં મોરવા(હ)માં શુક્રવારની વહેલી સવારે 4 થી 6 વાગ્યામાં 45 મીમી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

શહેરા તાલુકામાં 41 મીમી વરસાદ નોધાયો હતો. મહીસાગરના લુણાવાડામાં 62 મી.મી વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. મહિસાગરમાં બાલોાસિનોર અને લુણાવાડામાં વરસાદ ધમાકેદાર વરસ્યો હતો. જયારે જિલ્લાના બાકી તાલુકાઅો કોરા રહ્યા હતા. અાગામી 5 દિવસ વરસાદની અાગાહી હવામાન વિભાગે અાપી છે. પંચમહાલ જિલ્લાનો ચોમાસાનો કુલ 70 ટકા અને મહિસાગર જિલ્લાનો ચોમાસાનો કુલ 62 ટકા વરસાદ નોધાયો છે. જિલ્લામાં સ્ંતોષકારક વરસાદથી ખેડૂતોને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...