રોષ:ગોધરાની FCI ગોડાઉન પાસે વરસાદી પાણીનો ભરાવો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોની સમસ્યાનો નિકાલ ન આવતાં રહીશોમાં રોષ
  • પાણીનો નિકાલ ન થાય તો રોગચાળો ફેલાવાનો ભય

પંચમહાલ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગોધરા ખાતે છેલ્લા દિવસોમાં વરસાદની ભારે બેટિંગ જોવા મળી રહી છે. વરસાદને કારણે ગોધરાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ઘણા ખરા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ પણ થઈ ચૂક્યો છે પરંતુ ગોધરામાં એફસીઆઇ ગોડાઉન પાસે આવેલી નવદીપ સોસાયટીના પાછળના ભાગે પાણીનો ભરાવો કેટલાય વર્ષોથી યથાવત છે. જેનો રહીશો દ્વારા બળાપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નવદીપ સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદ પડતાની સાથે જ આ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને ભરાયેલા પાણીના કારણે ઘરની દીવાલો પણ ક્યારેક તૂટી જતી હોય છે. તો ક્યારેક ઘરો ડ્રેનેજ લાઈન બની જતા હોય છે. પાણીનો નિકાલ ન હોવાના કારણે વધુ પાણીનો પ્રવાહ હોય ત્યારે ઘરોમાંથી એ ગંદા પાણીના પ્રવાહો વહેવાના શરૂ થઈ જાય છે. પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે રહીશો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા હાલ સ્થળ ચકાસણી કરવામાં આવી છે.

પરંતુ કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો નવદિપ સોસાયટી ના રહીશોને વેઠવાનું જ રહ્યું અને પાણી ભરાઈ રહેવાને કારણે ચોમાસુ સિઝનમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો પણ થવાની શક્યતા યથાવત રહેશે. ત્યારે હવે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...