ગોધરા નગર પાલીકાની પગાર સહિતની કામગીરી ચુકવવા માટે વેરા પર નિર્ભર છે. ત્યારે પાલીકા શહેરીજનો મિલ્કત વેરો ભરે તે માટે સ્કીમની જાહેરાત કરી છે. પાલીકાને ચાલુ વર્ષ વેરાની 10 કરોડ અને પાછલા બાકીના 13 કરોડ મભળીને કુલ 23 કરોડ રૂપિયા પાલીકાને વેરાની વસુલાત કરવાની છે.
પાલીકાને વેરાની વસુલાતમાંથી પગારની ચુકવણી કરવાની હોવાથી બે થી 3 માસનો પગાર ચુકવી શકતી નથીફ બાકીવેરાની વસુલાત ના થતાં પાલીકા આર્થીક સંકડામણ અનુભવે છે. જેથી પાલીકાએ ચાલુ વર્ષની વેરા ચુકવણી કરવા પર 10 ટકા કપાત આપી રહી છે. જેનો લાભ શહેરીજનો ઉઠાવી રહ્યા છે. મોટી સંખ્યામાં બાકીવેરાદારો 10 ટકા કપાતનો લાભ લેતાં અત્યાર સુધી ચાલુ વર્ષની 43 લાખ રૂપિયાનો વેરો ભરીને શહેરીજનોએ કપાતનો લાભ લીધો છે.
આ લાભ 31 મેં પહેલા ભરનારને મળશે તેમ પાલીકા જણાવી રહી છે. તેમજ પાલીકા 31 મેં સુધીમાં પાછલા વર્ષોના બાકી વેરાની ભરશે તો વ્યાજ, પેનલ્ટી સહિતના ચાર્જની માફિ મળશે જેનો નગરજનોએ લાભ લેવો જોઇએ તેમ પાલીકાએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, પાલીકા દ્વારા ઉઘરાવવામાં આવતાં વિવિધ વેરા થકી જ નગરના વિકાસની સાથે કામ કરતાં કર્મચારીઓના પગાર પણ તેમાંથી જ થતા઼ હોય છે. ત્યારે વેરાની વસુલાત ન થતાં પાલિકાને આર્થીક સંકટ સહન કરવુ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.