સમસ્યા:ગોન્દ્રામાં પ્રા. શાળાની પાછળ ખુલ્લી ગટરથી બાળકોના સ્વાસ્થ સાથે ચેડાં

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થા દ્વારા ગોધરા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

ગોધરાના ગોંન્દ્રા વિસ્તારમાં આવેલી ધી ગોન્દ્રા સાર્વજનિક સેવા ટ્રસ્ટ સંચાલિત ઉસમાનેગની(રદી) પ્રાથમિક શાળાની પાછળ ખુલ્લી ગટરથી દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી સંસ્થા દ્વારા ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક શાળામાં 910 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને અમે ચિંતિત છીએ. શાળાના પાછળના ભાગે ગંદા વહેતા પાણીની ગટર તેમજ કોતર આવેલું છે. જેમાં ખુબજ પ્રમાણમાં ગંદકી છે. જેના કારણે વર્ગ ખંડોનાં બારી બારણા બંધ રાખી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ફરજ પડે છે.

વિદ્યાર્થીઓને હવા ઉજાસ મળી શકતો નથી. આ મામલે પાલિકા કચેરી ખાતે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આ કામના નિકાલ કરવા માટે પાલિકા દ્વારા વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત આર.સી.સી. ટ્રેઈનનાં કામમાં સમાવેશ કર્યો છે. જેને પણ આજે ત્રણ વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે. પરંતુ કામગીરી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓના આરોગ્યનાં હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક સાફ સફાઈ કરાવી અને મંજૂર થયેલા કામને વહેલી તકે પરી પૂર્ણ કરવા માટેની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...