અધિકારીઓનો વિદાય સમારંભ:ઘોઘંબાના 2 અધિકારીઓની બદલીથી પ્રજામાં નારાજગી; વિદાયમાં પ્રજાજનો સહિત બંને અધિકારીઓની આંખમાં આસું

પંચમહાલ (ગોધરા)20 દિવસ પહેલા

ઘોઘંબા ગામ સમેત સમગ્ર તાલુકાના પ્રજાજનોના હૃદયોમાં સન્માનિત સ્થાન ધરાવનાર બે અધિકારીઓ રાજગઢ PSI.આર.આર.ગોહિલ અને રેફરલ હોસ્પિટલના તબીબ ડૉ.પારસ પટેલની બદલી અચાનક કરવામાં આવતા સમગ્ર ઘોઘંબા પંથકમાં નારાજગીનો માહૌલ જોવા મળ્યો હતો. ગઈકાલે ઘોઘંબા ખાતે યોજાયેલા આ બન્ને અધિકારીઓના વિદાય સમારંભમાં કર્મચારીઓ અને પ્રજાજનોના આંખોમાં આંસુ આવી ગયા હતા. PSI આર.આર.ગોહિલ પણ આંસુઓ સાથેના આ સન્માનિત વિદાય સમારંભથી ખુદ પણ ગદ્દગદિત થઈ ગયા હતા કે ફરજ પ્રત્યેનો આજ સાચો પ્રેમ છે.

ઘોઘંબા ખાતે રાજગઢ PSI આર.આર.ગોહિલ અને રેફરલ હોસ્પિટલના તબીબ ડૉ.પારસ પટેલના યોજાયેલા વિદાય સમારંભમાં વ્યાપારી મંડળના પ્રમુખ પ્રજ્ઞેશ શાહ, મિતુલ શાહ, ઉમેશ વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર સમેત અનેક અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ અને શ્રીફળ અપર્ણ કરીને શાલ ઓઢાડી સન્માનિત કરીને સન્માનપત્ર અપર્ણ કરાયુ હતું. જો કે કોરોનાના કપરા દિવસોમાં ઘોઘંબા તાલુકાના પ્રજાજનોની સેવાઓ અને સુરક્ષાઓ માટે ચોવીસ કલાક કોરોના વોરીયર્સની ઉત્તમ સેવાઓ સાથે વિદાય થઈ રહેલા આ બન્ને અધિકારીઓની બદલી સાથેના આ વિદાય સમારંભમાં કર્મચારીઓ અને પ્રજાજનોની આંખોમાં આસુંઓ વહેતા દેખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...