વિશ્વ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે વર્ષોજૂની પરંપરા અને આગવી ઓળખ ધરાવતા આસ્થાના પ્રતીક સમા મોહનથાળનો પ્રસાદ માઈ ભક્તોને આપવાનો તાજેતરમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવ ટ્રસ્ટ અને જવાબદાર વહીવટી તંત્ર દ્વારા બંધ કરી ચીકીનો પ્રસાદ આપવાનું શરૂ કરવામાં આવતા તેનો ભારે વિરોધ જોવા મળ્યો હતો.
આજરોજ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીની નેતૃત્વમાં લાખો કરોડો ભક્તોની લાગણીને વાચા આપવા અને પુન: અંબાજી માતાના મંદિરે મોહનથાળનો પ્રસાદ આપવાનું શરૂ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર ગોધરા મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું.
જણાવવામાં આવ્યું હતું કે, મોહનથાળ પ્રસાદ અવિસ્મરણિય અને અકલ્પનીય છે. મહિમા શ્રદ્ધા જાળવી રાખી કાયમી ધોરણે પ્રસાદની પરંપરા જાળવી રાખવા પ્રસાદનું વિતરણ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. અંબાજી મંદિરની આગવી ઓળખ અને મહિમા જાળવી રાખવા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં માઈ ભક્ત ઉમેશ શાહ, કાંતિભાઈ રાઠવા સહિત સામાજિક સેવાભાવી કાર્યકર્તાઓ જોડાઈને આસ્થાના વિશ્વાસને ટકાવી રાખવા લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.