રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા લેન્ડ ગ્રેબીન મુવીના વિરોધમાં આજરોજ ગોધરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મુવીમાં ખાલી માલધારી સમાજની લાગણી દુભાઈ તેવા દ્રશ્યો અને ગૌ માતાની તસ્કરી બતાવવામાં આવેલ છે. જેથી અમે આ મુવીનો સખ્ત વિરોધ કરીએ છીએ અને મુવીમાં બતાવવામાં આવેલા દ્રશ્યોને તાત્કાલિક દૂર કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
આજરોજ રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા લેન્ડ ગ્રેબીન મુવીમાં એક માલધારી સમાજની લાગણી દુભાઈ તેવા દ્રશ્યોને ગૌ-માતાની તસ્કરી કરતા બતાવવામાં આવેલ છે. જેમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. અમે લેન્ડ ગ્રેબીન કાયદાને અમો બહુ માન આપીએ છીએ, પરંતુ આ લેન્ડ ગ્રેબીન મુવીમાં ફક્ત એક માલધારી સમાજને જમીનો ઉપર કબ્જો કરતાં બતાવવામાં આવેલ છે. તેથી આખા માલધારી અને હિન્દુ સમાજ આ મૂવીનો સખ્ત વિરોધ કરીએ છીએ.
આ મુવીના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ગોધરાના જગદીશચંદ્ર બારિયાએ જયગુરુદેવ ઈન્ટરનેશનલ નામની કંપની દ્વારા આ મુવીનું નિર્માણ કર્યું છે. માટે અમારા માલધારી સમાજની તેમજ હિન્દુ ભાઈઓની માંગણી એ છે કે, મૂવીમાં બતાવવામાં આવેલા દ્રશ્યો હટાવવા આવે તે માટે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મૂવી તારીખ 10/03/2023ના રિલીઝ થવાની છે. માટે ઉપરોક્ત વિષય ઉપર તાત્કાલિક ધોરણે યોગ્ય કાનૂની કાર્યાવહી કરવા રજૂઆત કરવામાં આવી છીએ. જો આ મુવીમાથી લાગણી દુભાય એવા દ્રશ્યોને કટ કર્યા વગર રિલીઝ કરવામાં આવશે તો અમો માલધારી સમાજ તથા સર્વ હિન્દુ સમાજ આખા ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.