ગેરકાયદેસર દબાણો દૂર કરાયા:શહેરા નગરપાલિકા વિસ્તારોમાં દબાણો હટાવાની કામગીરી શરૂ કરાઈ; હાથલારીઓ જપ્ત કરાતા હાથલારીવાળા વેપારીઓને રોજીરોટી પર ફટકો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

શહેરા નગરપાલિકા વિસ્તારોમાં ઠેર-ઠેર ઉભા થઈ ગયેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરા નગરપાલિકા તંત્ર દ્વારા છ જેટલી હાથલારીઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરા નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરા નગરપાલિકાના ભરચક વિસ્તારોમાં ટ્રાફિક માટે અવર જવર કરવા માટે ભારે તકલીફ પડવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠવા પામી હતી. જેમાં ફોરવ્હીલ ગાડી તો ઠીક, પરંતુ બાઈક લઈને જવામાં પણ ભારે વિપદા પડી રહી હતી. સાથે રસ્તા ઉપર અવર જવર કરતા રાહદારીઓને પણ રસ્તા ઉપર ચાલવા માટે ભારે તકલીફ પડી રહી હતી.

આજરોજ શહેરા નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તા ઉપર દબાણ કરી ઉભા રાખતા હાથલારીવાળા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છ જેટલી દબાણ કરી ઉભી રાખવામાં આવતી હાથ લારીઓને જપ્ત કરવામાં આવી હતી. જેમાં શહેરા નગરપાલિકા તંત્ર અને સેનેટરી ઇન્સ્પેક્ટર તથા પાલિકાના ઇજેનર વચ્ચે અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં વેપારીઓએ કહ્યું હતું કે, નાના માણસોને શું કામ હેરાન પરેશાન કરો છો?. મોટા માણસોના દબાણ હટાવો તેમ કહી ભારે રકઝક થઈ હતી. બાદમાં પાલિકા દબાણ દૂર કરતા વાહન ચાલકો અને રાહદારીઓને અવર જવર કરવા માટે રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...