ભાસ્કર વિશેષ:પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો 97098 પરિવારોના 2,79,329 પરિજનોઅે લાભ લીધો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષમાં 3985 લાભાર્થીઓ દ્વારા યોજના હેઠળ ક્લેઇમનો ખર્ચ રૂ.7.07 કરોડ મંજૂર થયો

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પંચમહાલ જિલ્લાના ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. પંચમહાલ જિલ્લામાં અનેક ગરીબ પરિવારોમાં અતિગંભીર બીમારીઓ અને એમાંય નબળી આર્થિક સ્થિતિને લઈને પરિવાર જાણે અંધકારમય જીવન જીવી રહ્યા હતા. આ અંધકારમય જીવનમાં અનેક ઉજાસ લઈને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આવી છે. જિલ્લામાં 97098 પરિવારોના 279329 પરિજનોનો આ યોજનામાં જોડવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પંચમહાલ જિલ્લામાં વસતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનુસાર 97098 પરિવારોના 279329 પરિજનોનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્યથી અતિગંભીર પ્રકારની બીમારીઓનો રૂ.પાંચ લાખ સુધીનો સારવાર ખર્ચ આ યોજના થકી લાભાર્થી દીઠ આપવામાં આવે છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં 15 જેટલી ખાનગી હોસ્પિટલોને પણ આ યોજનામાં નોમિનેટ કરવામાં આવી છે, જેમાં આ 15 ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવનાર દર્દીઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં આ યોજનામાં 3985 લાભાર્થીઓ દ્વારા ક્લેઇમ કરવામાં આવ્યો છે જે તમામ ક્લેઇમનો ખર્ચ રૂ.7.07 કરોડ થતો હતો. તે તમામ મજૂર કરવામાં આવ્યો છે જેને લઈને ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોના જીવનમાં આશાનું નવું કિરણ લઈને આ યોજના આવી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સારંગપુર ગામના રહીશ જયેશભાઇ પરમાર જણાવે છે કે તેઓની આર્થિક સ્થિતિ સારી નથી છતાંપણ પણ તેઓ છેલ્લા 6 વર્ષથી આ યોજના થકી ડાયાલીસીસ કરાવે છે. જે ડાયાલીસીસનો અત્યારસુધીનો ખર્ચ 12 લાખ રૂપિયા જેવો થાય છે તે તમામ ખર્ચ સરકારે આપ્યો છે તેમજ આ સમયગાળા દરમિયાન ઘરે જવા માટેના રૂ.300 લેખે અત્યારસુધીમાં રૂ.2 લાખ જેટલી રકમ રોકડ પણ આપવામાં આવી છે.

જ્યારે બાલાસિનોરના વતની અને ગોધરા ખાતે ડાયાલીસીસ કરાવવા માટે આવતા દર્દી પણ સરકારનો આભાર માની રહ્યા છે ને જણાવી રહ્યા છે કે પહેલા તેઓ અમદાવાદ ખાતે સારવાર માટે જતા હતા પણ સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવતા તેઓ આ યોજનાનો લાભ લેતા થયા છે. આમ લાભાર્થીઓ સરકારની આ યોજના પોતાના માટે આશીર્વાદ સમાન માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...