તપાસનો ધમધમાટ:મહિલાની છેડતી કરનાર બે કોન્સ્ટેબલના કેસમાં પોલીસે સાક્ષીઓના નિવેદનો લીધાં

ગોધરા‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાકોરની મહિલાની છેડતી પ્રકરણમાં રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
  • ઘટનાસ્થળે જઇ પંચનામું કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરાઇ

ડાકોરની મહિલાની છેડતી કરનાર સેવાલિયાના બે પોલીસ કોન્સ્ટેબલ સામેની ફરિયાદમાં રેલવે પોલીસે ઘટનાસ્થળનું પંચનામુ કર્યુ હતું. ઘટનાના સાક્ષીઓના નિવેદનો લઇને પુરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ડાકોર ગામની મહિલા ગત જાન્યુઆરી માસમાં જમ્મુ યાત્રા સહિત ના પર્યટક સ્થળે ફરવા 40 લોકો સાથે ટ્રેન મારફતે યાત્રા એ ગઈ હતી. જેમાં આ યાત્રામાં સેવાલિયા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ વિજય લક્ષ્મણ વાઘેલા અને ધીમંત બળવંતસિંહ વાઘેલા પણ યાત્રા કરવા આવ્યા હતા. બંને પોલીસ કર્મી ટુર પર વૈષ્ણવ દેવી, પટની ટૉપ સહિત ના સ્થળે ફરતી વખતે ડાકોરની મહિલાને બીભત્સ ઈશારા કરી છેડતી કરી હતી. પટની ટોપ ના રિસોર્ટ માં છેડતી કરતાં બોલાચાલી પણ થઈ હતી. ત્યારે યાત્રાએ ગયેલી મહિલાએ બંને પોલીસ કર્મીઓ બીભત્સ ઈશારા કરીને છેડતી કરતાં ગોધરા રેલ પોલીસ મથકે ફરિયાદ નોંધવા ગઈ હતી પોલીસે ફરિયાદ નોંધી ન હતી.

આખરે બને સેવાલીયા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પોલીસ ફરીયાદ ન લેતા મહિલા ગોધરા રેલ્વે સ્ટેશન પર ધરણા પર બેઠી હતી. આખરે ઉચ્ચ પોલીસ અધિકારીની દરમ્યાન ગીરીથી સેવાલીયા બે કોન્સટેબલ વિરુદ્ધ ફરીયાદ નોધાઇ હતી. રેલ્વે પોલીસ મથક ના તપાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરીને સાક્ષીના નિવેદનો લીધા હતા. સાથે રેલ્વે પોલીસે ઘટના સ્થળે જઇને પંચનામુ કરીને પુરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...