પંચમહાલ પોલીસે રાતોરાત દારુબંધી લાદવાની હોય એ રીતે કાર્યવાહી કરી બે અલગ અલગ સ્થળેથી કુલ 2.64 લાખનો દારૂનો જથ્થો ઝડપી લઈ પ્યાસીઓના હોળી-ધૂળેટી મનાવવાના ઓરતા પર પાણીઢોળ કરી નાખી હતી.
પ્રથમ બનાવ સંદર્ભે શહેરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ નરવતસિંહ એ જણાવ્યું હતું. કે શહેરા તાલુકામાં આવેલા ધામણોદ ચોરા ફળિયામાં પોતાના રહેણાંક મકાનમાં વિદેશી શરાબનું વેચાણ કરી રહ્યાની બાતમીના આધારે ધામણોદ ગામના ચોરા ફળિયામાં રહેતા રંગીતસિંહ અમરસિંહ પગીના રહેણાંક મકાનમાં રેડ દરમિયાન પ્લાસ્ટિકના કોટર નંગ 1344 અને માઉન્ટસ 6000 સુપર સ્ટ્રોંગ બિયર નંગ 96 એમ કુલ 1440ના વિદેશી શરાબની કિંમત રૂ. 1,44,000ના મુદ્દામાલ રેડ દરમિયાન ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો રાખનાર રંગીતસિંહ અમરસિંહ પગી ઘરે હાજર નહીં મળી આવ્યો હતો.
બીજા બનાવ સંદર્ભે મોરવા હડફ પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ અરવિંદકુમાર વિજયસિંહે જણાવ્યું હતું કે, મોરવા હડફ તાલુકાના ખટવા રાવળ ફળિયા ખાતે દિનેશ પારસીંગભાઇ રાવળ અને વિજય શાંતિલાલ વાઘેલા રહે નાની ભુગેડી સંતરામપુરનાઓએ ભારતીય બનાવટના વિદેશી શરાબ જેમાં લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કી રોયલ સ્પેશિયલ ફાઇન વ્હિસ્કી 8 પીએમ સ્પેશિયલ ફાઇન વ્હિસ્કી મળી કુલ 960 કોટર નંગ જેની કિંમત 1,15,968 તથા અંગ જડતીમાંથી એક મોબાઇલ ફોન જેની કિંમત 5000 મળી કુલ 1,20,968ના મુદ્દામાલ સાથે દિનેશભાઈ પાર્સિંગભાઈ રાવળની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.