કાલોલ તાલુકાના વેજલપુરમાં અગાઉ સરકારી અનાજ પકડવાના અનેક બનાવો બનતાં સરકારી અનાજના ધંધાનું લે- વેચનું અેપીસેન્ટર હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પર સરકારી અનાજ પકડવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે વેજલપુર પોલીસે વેજલપુરમાંથી વાહન પકડયું હતું. તેમાં તપાસ કરતાં ચોખાની 218 બોરીઅો મળી અાવી હતી.
ચોખા શંકાસ્પદ લાગતાં પોલીસે પુરવઠા વિભાગને રીપોર્ટ કરીને ચોખા ભરેલા વાહન કાલોલ પુરવઠા વિભાગને સોપ્યું હતુ. કાલોલ પુરવઠા વિભાગ અને નાયબ મામલતદાર વેજલપુર અાવીને ચોખાની તપાસ કરી હતી. પુરવઠા વિભાગે વાહનના ચાલક સહિતના નિવેદનો લીધા હતા. સાથે ચોખાના નમુના લઇને રીપોર્ટ જિલ્લા પુરવઠા અધીકારીને મોકલવાની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે પકડેલા શંકાસ્પદ અનાજનો જથ્થો કાલોલ પુરવઠા વિભાગે પ્રાથમીક તારણમાં સરકારી અનાજનો જથ્થો ન હોવાનુ જણાવતાં ભીનું સંકેલવાના પ્રયાસો થયા હોવાની ચર્ચાઅો ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.