જીવના જોખમે દિલધડક રેસ્ક્યૂ:ગોધરા-ગદુકપુર કોઝ-વે પરથી પસાર થવાનો પ્રયત્ન કરતા ચાર લોકો સહિત કાર ફસાઈ, પોલીસે રેસ્ક્યુ કરી તમામને બચાવી લીધા

ગોધરા3 મહિનો પહેલા
  • ગોધરામાં માત્ર 4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
  • ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો બેટમાં ફેરવાયા

ગોધરા શહેરમાં મૂસળધાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ગોધરા શહેરના ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરી વિસ્તારોમાં જળમગ્ન થઇ ગયા હતા.

4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. તેવામાં ગોધરામાં માત્ર 4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાયાંની ઘટનાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા નીચાણવાળા રસ્તાઓ, કોઝ-વે, અંડર બ્રિજ વગેરે જોખમી વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને.

રેસ્કયું હાથ ધરી 4 લોકોને સહી સલામત પાણીમાંથી બહાર લાવ્યા
ભારે વરસાદ પગલે ગોધરા નજીક ગદુકપર રોડ પર આવેલ પાણી ભરાયેલ કોઝવેમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા ચાર લોકો સહિત કાર કોઝવેમાં ફસાઈ ગઈ હતી. જેની જાણ પોલીસને થતાં ગણતરીના સમયમાં ડીવાયએસપી સી.સી. ખટાણા સહિત અન્ય અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને 4 લોકો સાથે કારનો દિલધડક રેસ્કયું હાથ ધરી લોકોને સહી સલામત પાણીમાંથી બહાર લાવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં પોલીસને પાણી ભરાયાંની ઘટના અંગે જાણ થતાં પોલીસના અધિકારીઓ દ્વારા રાત્રીના સમયે ભારે વરસાદમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...