ભ્રષ્ટાચાર થયાનો AAPનો આક્ષેપ:ગોધરામાં અમૃત સરોવર યોજના હેઠળ લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પિકનીક પોઈન્ટ બિસ્માર હાલતમાં

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા

ગોધરા શહેરના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પાછળ આવેલ કનેલાવ પિકનિક પોઇન્ટ ખાતે બનાવવામાં આવેલ અમૃત સરોવર યોજના હેઠળ પિકનિક પોઇન્ટમાં તકલાદી રીતે તૈયાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના આશિષકુમાર કામદાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

બાંકડાઓ અને રમત-ગમતના સાધનો હલકી કક્ષાના
ગોધરા શહેરના કનેલાવ પિકનિક પોઇન્ટ ખાતે અંડર મિશન અમૃત સરોવર યોજના હેઠળ 1.20 લાખના ખર્ચે એક પિકનિક પોઇન્ટ તા.15/05/22ના રોજ તેને બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 28/07/22ના રોજ આ પીકનીક પોઈન્ટની કામગીરી પૂર્ણ કરી તેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના બે મહિનાઓમાં જ 1.20 લાખના ખર્ચે બનાવેલી પિકનિક પોઇન્ટમાં તકલાદી રીતે બાંકડાઓ રમત-ગમતના સાધનો અને હલકી કક્ષાના પેવર બ્લોક નાખી આ પીકનીક પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

પિકનિક પોઇન્ટમાં ગેરરીતિઓ આચરવામાં આવીઃ AAP
આમ આદમી પાર્ટીના આશિષકુમાર કામદારે આક્ષેપ કર્યો હતો કે, આ બનાવેલ પિકનિક પોઇન્ટમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે અને સરકારી અધિકારીઓ દ્વારા પ્રજાના પૈસાનું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આથી લાગતા વળગતા તંત્ર દ્વારા ગોધરાના કનેલાવ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત સરોવર યોજના હેઠળ 1.20 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પિકનિક પોઇન્ટમાં તકલાદી વસ્તુઓ મૂકી ગેરરીતિઓ આચરવામાં આવી છે. તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના આશિષકુમાર કાંદાએ રજૂઆત કરી હતી.

પિકનિક પોઇન્ટ બિલકુલ ખંડેર હાલતમાં
​​​​​​​
આમ આદમી પાર્ટીના આશિષકુમાર કામદારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોધરાના કનેલાવ પિકનિક પોઇન્ટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બનાવવામાં આવેલ અમૃત સરોવર યોજના હેઠળ 1. 20 લાખના ખર્ચે એક પિકનીક પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના બે મહિનાની અંદર જ પિકનીક પોઈન્ટની હાલત જર્જરિત જોવા મળી રહી છે અને હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. આ બનાવેલ પિકનિક પોઇન્ટ બિલકુલ ખંડેર હાલતમાં ચારેબાજુ ઝાડી ઝાંખરાજોવા મળી રહ્યા છે. જેના કારણે આ પીકનીક પોઈન્ટમાં અસામાજિક પ્રવૃત્તિઓ વેગવંતી બનેલી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...