આકરામાં આકરી સજાની માંગ:ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ અને ગૌ હત્યા ના વિરોધમાં આજરોજ હિન્દુ ધર્મસેના પંચમહાલ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

પંચમહાલ (ગોધરા)5 દિવસ પહેલા

ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ અને ગૌ હત્યાના વિરોધમાં આજરોજ હિન્દુ ધર્મસેના પંચમહાલ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે ગૌ હત્યા માટે જે કાયદો બનાવેલ છે તેનો અમલ થવો જોઈએ અને ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના અને ગૌ હત્યા બંધ કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી હતી ગત તા. 10 જુલાઈ 2022 ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં વસેડી સ્ટેશન વિસ્તાર માથી પોલીસ તંત્ર દ્વારા છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારમાં શહેર પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા 15 થી 20 ગાય માતાને જીવતા કાપી નાખેલ હાલતમાં મળી આવી હતી અને મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને ઘરમાંથી 80 જેટલી ગૌ વંશ ને બચાવી લેવામાં આવી હતી અને મોટાપાયે ગાયો ના કતલખાના ઝડપી પાડયા હતા માટે અમારી માગણી છે કે સરકાર દ્વારા આ ગૌ હત્યારાઓને ફાંસી ની સજા ફટકારી અને પકડાયેલા આરોપી ઓની સધન પુછપરછ કરી તેઓના તમામ સહયોગી ઓની અને શંકાસ્પદ ઈસમોને ધરપકડ કરી આકરા માં આકરી સજા થાય અને હિન્દુ ધર્મ નું સન્માન જળવાઇ રહે તે માટે આજરોજ જિલ્લા કલેકટરને હિન્દુ ધર્મ સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...