રોગચાળાની દહેશત:કાલોલમાં પાલિકાનું પાણી ગંદું આવતાં લોકોમાં રોષ

કાલોલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલોલ કસ્બા વિસ્તારના સ્થાનિકોની કોર્પોરેટર તથા પાલિકાને રજૂઆત

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં અાવેલા કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી ગંદુ પાણી આવતું હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને દુર્ગંધ મારતા પાણીનો પીવામાં કે ઘરવપરાશમાં ઉપયોગ માં લઈ શકાતું નથી. અા અંગે પાલિકાને વારંવાર ટેલીફોનીક રજૂઆત જાણ કરવામાં અાવી હોવા છતાં પણ પાલીકા દ્વારા કામગીરી કરવાની જગ્યાઅે આંખ આડા કાન કરવામાં અાવી રહ્યુ છે.

તથા સ્થાનિક કોર્પોરેટરને પણ મૌખિક અને ટેલીફોનીક જાણ કરવા છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અાવા ગંદા પાણીનો ઉપયોગ કરવાથી વિસ્તારમાં પાણી જન્ય રોગ ચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઇ રહી છે. પાલીકા કે કોર્પોરેટર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા મંગળવારે વિસ્તારની મહિલાઓ ગંદા પાણીની કુંડીઓ મીડિયા સમક્ષ બતાવી પાલિકા સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. અને પાલીકા દ્વારા પાણીની લાઇનમાં અાવતા ગંદા પાણીની સમશ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...