પાલીકાએ બાંહેધરી આપી:ગોધરામાં વિફરેલા લોકોએ કચરાની ગાડીઓ અટકાવી

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચરાના ધુમાડાથી આંખોમાં બળતરા થાય છે
  • હમીરપુર ડમ્પિંગ સાઇટ પર કોન્ટ્રાકટર કચરો નાખે છે

ગોધરા શહેરમાંથી 4 મેટ્રિક ટન કચરો ઉઘરાવીને વાહનો દ્વારા હમીરપુર ખાતેના ડમ્પીંગ સાઇડ પર કોન્ટ્રાકટર નાખે છે. કચરો ભરીને અાવતી ગાડીઅો ડમ્પીંગ સાઇટમાં અને રસ્તા પર નાખીને વાહનો જતાં રહેતાં અસહ્ય ગંદકીના લીધે મચ્છર અને માખીના ઉપદ્રવથી અાસપાસના 10 ગામોના રહીશો પરેશાન થયા છે. તથા ડમ્પીંગ સાઇડ પર કચરો સળગાવતાં ધુમાડાથી સ્થાનીક રહીશોની અાંખોમાં બળતરા અને નાના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને લઇને ગામના રહીશો ડમ્પીંગ સાઇડ પર ભેગા થયા હતા.

વહેલી સવારે કચરો ભરીને અાવતા વાહનોને સ્થાનીકોઅે કચરો નાખવા ન દેતા વાહનો પરત ફર્યા હતા. રહીશો દ્વારા છેલ્લા 10 દિવસથી સળગતા કચરાના ધુમાડાથી પરેશાન થઇ ગયા છે. અને અમારી જગ્યામાં પાલીકા કચરો નાખીને જતાં અવરજવર કરવામાં તકલીફ પડી રહી હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ડમ્પીંગ સાઇડ પર દોડી અાવી હતી.

જયારે પાલીકાના ચીફ અોફિસર સહીતના અધીકારીનો કાફલો ડમ્પીંગ સાઇડ પર અાવીને સ્થાનિકોને સમજાવ્યા હતા. પાલીકાઅે હમીરપુરની જગ્યામાં કચરો નહિ નાખે અને 10 દિવસમાં હમીરપુરની જગ્યા પર નાખેલો કચરો હટાવી દેવાની બાંહેધરી ગ્રામજનોને અાપી હતી. બાદમાં કમ્પીંગ સાઇડમાં કચરોની ગાડીઅો કચરો નાખવા અાવી હતી. સાઇડ પર સળગેલા કચરાને ફાયર ફાયટર દ્વારા અોલવવામાં અાવ્યો હતો. અગાઉ પણ સ્થાનિકો દ્વારા કચરાની ગાડીઅો રોકવામાં અાવી હતી ત્યારે પણ પાલીકાઅે બાંહેધરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...