પાવાગઢમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને મંદિર પ્રશાસનના સહયોગથી કરોડોના ખર્ચએ પાવાગઢના વિકાસ કામોને લઈ પાવાગઢની કાયાપલટ થઈ ગઈ છે. પણ કમનસીબે પાણી પુરવઠા તંત્ર અને સ્થાનિક પંચાયતના અણઘડ ગેરવહીવટને લઈ પાવાગઢ ડુંગર પર પાણીની સમસ્યાએ માઝા મૂકી દેતા સ્થાનિક રહીશો સહિત પાવાગઢ આવતા યાત્રાળુઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. પાવાગઢ દર્શને આવતા પરપ્રાંતીય યાત્રાળુઓ ડુંગર પર આવેલ દૂધિયા તળાવમાં સ્નાન કરી પછી જ મંદિરે દર્શન કરવા જતા હોય છે.
હાલ પાણીની વિકટ સમસ્યા વચ્ચે દૂધિયુ તળાવ સુકાઈ જવા સાથે અસહ્ય ગંદકીને લઈ યાત્રાળુઓને સ્નાન કરવા વિકટ આપદા પડે છે. તળાવમાં ગંદકીના પગલે દર્શન માટે જતાં પર પ્રાંતીય યાત્રાળુ મિનરલ વોટરની પાંચ બોટલો ખરીદી સ્નાન કર્યુ હતું . જે કેમેરામાં કેદ થયા છે. એક બાજુ પાવાગઢનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે આ તસવીર તંત્ર માટે અનેક સવાલો ઉભા કરી રહી છે. મકસુદ મલીક
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.