હાલાકી:ગોધરા વિભાગની 140 બસો ફાળવતાં મુસાફરો અટવાયા

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત ડેપોના મોટે ભાગે ગ્રામીણ લોકલ રૂટો બંધ કરાયા

ગોધરા અેસટી વિભાગ દ્વારા વડા પ્રધાનના નવસારીના કાર્યક્રમ માટે પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાના 7 ડેપોની 140 બસો ફાળ વી છે. ગોધરા ની 140 બસો નવસારીના ગણદેવી તાલુકામાં ફાળવવામાં અાવતાં ગોધરા ડીવીઝનના ડેપોના લોકલ રૂટ પર અસર જોવા મળી હતી.

ત્રણેવ જિલ્લાના ડેપોની 140 બસો ફાળવતાં બસ મથક પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકલ રૂટમાં મોટા ભાગના ગ્રામીણ કક્ષાના રૂટ બંધ રહેતા મુસાફરો અટવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં જતા મુસાફરોને બસો ન મળતાં ખાનગી વાહનોનો સહારો લેવાની નોબત અાવી હતી. અામ અવાર નવાર કાર્યક્રમોમાં બસો ફાળવવામાં અાવતાં લાબા રૂટની બસો સાથે ગ્રામ્ય રૂટ પર અસર પડતાં મુસાફરોમાં છુપો રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...