હાલાકી:મુંબઈ તરફ જતી બે ટ્રેન મોડી પડતાં ગોધરામાં મુસાફરો અટવાઇ ગયા

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રતલામ ડિવિઝનમાં મેન્ટેનન્સની કામગીરીથી ટ્રેનો મોડી પડી - તંત્ર

ગોધરા માં જિલ્લા નું સૌથી મોટું રેલવે સ્ટેશન આવેલું છે અહિંથી દિલ્હી મુંબઈ તરફ જવા માટે ટ્રેનો પસાર થાય છે જિલ્લા ની પ્રજા અહીં થી ટ્રેનમાં મુસાફરી ગોધરા રેલવે સ્ટેશન થી ચાલુ કરે છે ત્યારે આજ રોજ મુંબઈ તરફ જતી બે મહત્વ ની ટ્રેનો અવધ એક્સપ્રેસ અને દેહરાદૂન એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમય થી મોડી ચાલતી હોવાથી મુસાફરોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરો ટ્રેનની રાહ જોઈને બેસી રહ્યા હતા. જેમા હરીદ્વાર થી મુંબઈ બાંદ્રા જતી દેહરાદૂન એક્સપ્રેસ ગોધરા રેલવે સ્ટેશન ખાતે રોજ નિર્ધારિત સમયે બપોરે 1.10 મિનિટે અાવે છે.

જે ટ્રેન શનિવારે 2 વાગ્યાની આસપાસ પહોચતા મુંબઇ વડોદરા, સુરત સહિતના મુસાફરોને અડધો કલાક બેસવાનો વારો અાવ્યો હતો. તેજ રીતે વા રાણસી થી મુંબઈ બાંદ્રા તરફ જતી અવધ એક્સપ્રેસ ગોધરા ખાતે રાત્રીના 8.10 મિનિટે નિર્ધારીત સમયે આવતી હોય છે. જે 3 કલાક મોડી ચાલતા રાત્રીના 12 કલાકની આસપાસ ગોધરા રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. જેને લઇને અંદાજીત 3 કલાક સુધી મુસાફરોને રાહ જોવી પડશે. ગોધરા રેલવે સ્ટેશને મુંબઈ બાંદ્રા તરફ જતી મહત્વની ટ્રેનો મોડી પાડવાનું કારણ રેલવે તંત્રને પુછતા જણાવ્યું હતું કે હાલમાં રતલામ રેલવે ડિવિઝનની આસપાસ મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાને કારણે ટ્રેનો લેટ પાડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...