વરસાદથી ઠંડીનો ચમકારો વધ્યો:પંચમહાલના વાતાવરણમાં એકાએક પલટો થતા ખેડુતો ચિંતામાં; તુવેર, ઘંઉ સહિતના પાકને નુકશાનની ભીતી

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જીલ્લામાં આજે સવારથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી પણ કરવામા આવી હતી. જેના પગલે શહેરા તાલુકામાં માવઠુ થયાના અહેવાલ મળી રહ્યા છે.

વાતાવરણમા એકાએક પલટો
શહેરાનગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ થયો છે. એકાએક માવઠુ થતા ખેડુતોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને તુવેર ઘઉં સહિતના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. એકાએક વરસાદને પગલે ઠંડીનુ પણ જોર વધ્યુ હતું. એકાએક વરસાદ થતા ઘાસના પુળાઓ પણ પલળી ગયા હતા. વરસાદથી તેને બચાવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતાં. વરસાદથી શહેરા તાલુકાના વાતાવરણમા એકાએક પલટો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...