SSCનું પરિણામ:પંચમહાલનું ધોરણ-10નું પરિણામ ગત 2 વર્ષમાં 7 ટકા વધીને 58.60 %

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કેન્દ્રોમાં સૌથી ઓછું પરિણામ મોરા સેન્ટરનું માત્ર 30 ટકા
  • જિલ્લામાં A1 ગ્રેડના 104 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાનું 58.60 ટકા પરિણામ આવ્યું છે જે છેલ્લા બે વર્ષ કરતાં 7 ટકા વધુ આવ્યું છે. જિલ્લાના કુલ 21736 પરીક્ષાર્થીઓમાંથી 21388 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. સોમવારની વહેલી સવારથી ઓનલાઇન રિઝલ્ટ જોતા કમી ખુશી કમી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લામાં આ વર્ષે 58.60 ટકા પરિણામમાં એ-ગ્રેડમાં 104, એ-2 ગ્રેડમાં 609, બી-1 ગ્રેડમા 1588, બી-2 ગ્રેડમાં 3047, સી-1 ગ્રેડમાં 4103, સી-2 ગ્રેડમાં 2887 તથા ડી- ગ્રેડમાં 195 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે જિલ્લાના કેન્દ્રોમાં સૌથી ઓછુ પરિણામ મોરા કેન્દ્રનું 30 ટકા આવ્યું છે. જ્યારે ગોધરા કેન્દ્રનું સૌથી વધુ 71.65 ટકા પરિણામ આવ્યું છે.

જિલ્લાની 7 શાળામાં શૂન્ય ટકા પરિણામ
જિલ્લાનું ધો.10નું પરિણામ વર્ષ 2019 માં 51.81 ટકા અને વર્ષ 2020માં 51.26 ટકા હતું. આ વર્ષે 7 ટકા વધીને 58.60 ટકા આવ્યું છે. આ વર્ષ જિલ્લાની 7 શાળામાં શૂન્ય ટકા પરિણામ, 100 ટકા પરિણામમાં વર્ષ 2020માં 6 શાળાઓ અને આ વર્ષે 100 ટકાવાળી 9 શાળાઓ તથા 30 ટકા ઓછુ પરિણામમાં વર્ષ 2020માં 57 શાળાઓ હતી, આ વર્ષ 43 શાળાઓ થઇ છે.

કોરોના બાદની પરિક્ષામાં પરિણામ સુધર્યુ
કોરોનાના બે વર્ષ દરમિયાન ગત વર્ષે 100 ટકા પરિણામ મેળવાનારી શાળાઓની વર્તમાન વર્ષે પરિક્ષા જ હતી. જોકે શાળાના શિક્ષકો અને છાત્રોની ધગશના કારણે વર્તમાન સ્થિતિમાં પરિણામમાં સુધારો જોવા મળ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લામાં પરિણામમાં પણ બે વર્ષમાં 7 ટકાનો વધારો નોંધાયો હતો. જયારે જિલ્લામાં એ-1 ગ્રેડ મેળવાનારા છાત્રોની સંખ્યામાં પણ વધારો નોંધાતાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...