બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસ જાગી:પંચમહાલ પોલીસના દેશીદારુની ભઠ્ઠીઓ પર છાપા, બુટલેગરો ભાગ્યા; દારુના વેચાણ કરતા ઈસમો સામે 28 કેસ દાખલ કરાયા

પંચમહાલ (ગોધરા)18 દિવસ પહેલા

ગુજરાત રાજ્યના તાજેતરમાં બોટાદ જીલ્લાની ઘટના બાદ સફાળી જાગેલી પંચમહાલ પોલીસે દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ પર પહોંચીને દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. ગોધરા શહેરમા વિવિધ વિસ્તારો જેવા કે દારૂના અડ્ડાઓ જેવા કે પાવર હાઉસ સીધુરી માતા મંદિર વિસ્તારમાં આવેલ, અંકલેશ્વર મહાદેવ રોડ જુના પંચાલ હોસ્પિટલ પાસે, નારીકેન્દ્ર, બહારપૂરા સ્મશાન રોડ, કલાલ દરવાજા, દડીચાલ ગીદવાણી રોડ વાગડીયા વાસ વગેરે વિસ્તારોમાં વર્ષોથી દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે.

આ ઉપરાંત ગોધરા તાલુકાના આંગડીયા, ભેખડીયા મેહુલીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહીને દેશી દારૂ ગાળવામાં આવે છે અને આ દારૂના જથ્થા ગોધરા શહેરના ભરચક વિસ્તારમાં લાવવામાં આવે છે. ત્યારે લઠ્ઠાકાંડ જેવા બનાવો ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પંચમહાલ પોલીસ દ્વારા ગોધરા શહેર સહિત તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ઉપર તાત્કાલિક અસરથી સદંતર બંધ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

પંચમહાલ પોલીસ દ્વારા કાર્યવાહી
લઠ્ઠાકાંડ બાદ જિલ્લામાં પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસમાં 50થી વધુ કેસો નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, મોરવા હડફ શહેરા વિસ્તારોમાં બે દિવસમાં દેશી દારૂના વેચાણ કરતા ઈસમો સામે 28 કેસ દાખલ કરવામાં આવ્યા છે. વેજલપુર, કાલોલ, હાલોલ, ઘોઘંબા, અને જાંબુઘોડા વિસ્તારોમાં 30 જેટલા દેશી દારૂને લગતા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જમીનમાં દબાવી રાખેલા દેશી દારૂના બેરલ અને દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો.

દારુની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા માટે સતત સ્પેશિયલ ડ્રાઇવ- સી.સી.ખટાણા, DYSP
પંચમહાલ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશું સોલંકી દ્વારા દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે પંચમહાલ પોલીસ પ્રયત્નશીલ છે. આ મહિનામાં 402 જેટલા દેશી દારૂના કેસો નોંધાયા છે અને આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પેશિયલ ડ્રાઇવ સંદર્ભમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના કુલ 86 ગુનાઓ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...