ગુજરાતમાં વાહન ચોરી અને મોબાઇલ ચોરી માટે કેન્દ્ર ગૃહમંત્રીના હસ્તે શુભારંભ થયું હતું. E-FIR એપ્લીકેશન અન્વયે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં E-FIR એપ્લીકેશનનો પ્રચાર પ્રસાર થાય તે માટેના પ્રયાસ હાથ ધરયાં છે. તે બાબતે હાજર જનાતાને અવગત અને જાગૃત કરવા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડાએ આપેલ સુચના મુજબ પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા તથા ના.પો.અધિ. એચ.એ.રાઠોડ હાલોલ તથા સી.પી.આઈ. બી.જે.બારીઆ ગોધરાની હાજરીમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એકલવ્ય સ્કુલ ખાતે સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પો.સ.ઈ. એચ.એચ.જાદવએ E-FIR એપ્લીકેશન અંતર્ગત ગામ આગેવાનો સાથે એપ્લીકેશનની બહોળી પ્રસિધ્ધી થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેનો લાભ દરેક વ્યકતિ સુધી પહોંચે અને તેનો બહોળો પ્રચાર અને પ્રસાર થાય તેમજ તેઓને પોલીસ સ્ટેશન ખાતે આવુ ન પડે તેમજ તેઓને ઘરે બેઠા તેનો લાભ લઇ શકે તે માટે તેઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. વેજલપુર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી બદલ ગામ લોકોએ આભાર માન્યો હતો.
જાહેર જનતા વાહન ચોરી, મોબાઈલ ચોરી, ભાડુઆતની વિગતો, NOC માટે પોલીસ મથકે નહિં જવા કરતા ગુજરાત પોલીસની સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અને નાગરિક સીટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે.
ઘરે બેઠા ઓનલાઈન FIR દાખલ કરી શકાશે
હવેથી નાગરિકોએ પોલીસ મથક ખાતે જવાની જરૂર નહીં પડે. કારણ કે આવી ફરિયાદોમાં સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અને નાગરિક સીટીઝન પોર્ટલ પર નાગરિકો સીધી ફરિયાદ કરી શકે છે. જે ગુજરાત સરકારની અનોખી પહેલ છે. ફરિયાદ ઉપરાંત ફરિયાદની કોપી પણ આ એપના માધ્યમથી ઘર બેઠા મળી રહેશે અને લોકો દ્વારા કરાયેલી ફરિયાદ આધારે 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ઘટના સ્થળની મુલાકાત કરશે. ફરિયાદીને તેની જાણ SMS દ્વારા મળતી રહેશે ઉપરાંત આની જાણ જે તે વિમાં કંપનીને પણ અપડેટ થતી રહેશે. જેથી વીમો પકવવામાં સરળતા રહે તેમજ સમગ્ર ફરિયાદની પ્રક્રિયા 21 દિવસોમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.