ચાઈનીઝ દોરી વેચી તો ગયા!:ગોધરામાં ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારાઓ સામે પંચમહાલ પોલીસની કાર્યવાહી; ચાર વેપારીઓ સામે ગુનો દાખલ થતા ફફડાટ

પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં વિવિધ પ્રકારની પતંગો-દોરીઓનું વેચાણ થઈ રહ્યું છે. બીજી બાજુ પંચમહાલ જિલ્લા પોલીસ પણ સર્તક બનીને ચાઈનીઝ દોરીના વેચાણ કરતા સોદાગરો સામે બાજ નજર રાખી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં સમાવેશ થતા એ-ડિવિઝન પોલીસ મથક તથા ગોધરા તાલુકા પોલીસ મથક અને શહેરા પોલીસ મથકમાં અલગ અલગ ગુન્હાઓમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ બનાવ સંદર્ભે, ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ પર્વતસિંહ સોમાભાઈએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, ગોધરા શહેરના જાફરાબાદ સાઈબાબા કરિયાણા સ્ટોર્સના વિશાલ પ્રકાશભાઈ સાવલાનીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રિલો કુલ 09 જેની કિંમત 2700 રૂપિયાની દુકાનમાં વેચાણ કરવા માટે રાખી હતી. જ્યારે મનોજકુમાર સેવકરામ ખાટવાણી અને નિલેશ કુમાર ગીરધરલાલ રાણા જે ક્રિષ્ના સીઝનેબલ દુકાનના વેપારી છે. તેઓએ બગીચા રોડ ગોધરા પાસે ખરીદી કરીને વિશાલ પ્રકાશભાઈ સાવલાનીને વેચાણમાં આપીને ગુનો કર્યો હતો.

બીજા બનાવ સંદર્ભે, ગોધરા તાલુકાના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ રાવજીભાઈએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, રામુભાઈ મુન્નાભાઈ ભોઈ ઉદય હોટેલની પાછળ દેવ પાન સેન્ટરની દુકાનની પાસે એક રહેણાંક મકાનમાં ચાઈનીઝ દોરી રીલ નંગ 31 જેની કિંમત 7,750 પોતાના રહેણાંક મકાનમાં વેંચાણ માટે રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલનો જાહેરનામાનો ભંગ કર્યો હતો

જ્યારે ત્રીજા બનાવ સંદભે, શહેરા પોલીસ મથકના હેડ કોસ્ટેબલ રમેશભાઈ નરવતસિંહ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, જશવંતભાઈ ભુરાભાઈ ઢોલીએ ચાઈનીઝ દોરીના ફિરકા નંગ એક જેની કિંમત 500 રૂપિયા પોતાના લારીમાં વેચાણ માટે રાખી ગુનો કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...