વરસાદ:પંચમહાલ જિલ્લામાં રવિવારે સીઝનનો 5% વરસાદ થતાં કુલ 19.33% વરસાદ નોંધાયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાંબુઘોડા-426 મિમી , ઘોઘંબા-158 મિમી , ગોધરા-137 મિમી , હાલોલ-130 મિમી વરસાદ

પંચમહાલમાં 24 કલાકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સમગ્ર જિલ્લાને તરબોળ કરી દીધો હતો. જિલ્લામાં રવિવારે સવારથી મોડી સાંજે મેઘાએ તોફાની બેટિંગ કરતાં જાંબુઘોડા, ઘોંઘબા તથા ગોધરા તાલુકામાં નિચાણવાળા વિસ્તારો સહિત અનેક કોઝ-વે પર પાણી ફરી વળતાં અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી. સાૈથી વધુ જાંબુઘોડા તાલુકામાં 426 મિમી એટલે કે 17 ઇંચ વરસાદ વરસતાં નદી, નાળાઓ અને કોતરો છલકાયા હતા. જાંબુઘોડામાં અનેક રોડ, રસ્તાનું ધોવાણ થયું હતું.

મોડી રાત્રે ગોધરા અને ઘોઘંબામાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતાં ગ્રામીણ વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયાં હતા. ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં રવિવારે સીઝનનો 5 ટકા વરસાદ થતાં જિલ્લામાં સીઝનનો કુલ 19.33 ટકા નોંધાયો છે.

પાનમ ડેમમાં 3341 કયુસેક પાણીની આવક
છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. પાનમ ડેમના ઉપરવાસ તેમજ ડેમ વિસ્તારમાં વરસાદને લઈને જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં પાણીની આવક 3341 ક્યુસેક થઇ હતી. જેનાથી ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો. ડેમની હાલની સપાટી 119.2 છે.

અન્ય સમાચારો પણ છે...