વરસાદ:પંચમહાલ જિલ્લામાં 2 દિવસના મેઘતાંડવથી સિઝનનો જાંબુઘોડામાં 100% તથા ગોધરામાં 53% વરસાદ થયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં ગત વર્ષ કરતાં સિઝનનો 32 ટકા વધુ વરસાદ નોંધાયો : જિલ્લાના જળાશયોમાં નવા નીર આવતાં ડેમની સપાટીમાં વધારો થયો
  • ગત વર્ષે 13 જુલાઇ સુધી 15% વરસાદ વરસ્યો હતો

હવામાન વિભાગે પંચમહાલમાં અોરેન્જ અેલર્ટ સાથે ભારે વરસાદની અાગાહી કરી હતી. જેને લઇને પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં જિલ્લાના તમામ તાલુકાઅોમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડુતો વાવણીમાં લાગી ગયા છે. ત્યારે જિલ્લામાં રવિવારે અને સોમવારે બે દિવસ વરસેલા જોરદાર વરસાદથી જાંબુઘોડામાં 43 ઇંચ અને ગોધરામાં 16 ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. જાંબુઘોડામાં સતત બે દિવસ વરસાદ વરસતાં તાલુકાનો સિઝનનો 100 ટકા વરસાદ વરસી જતાં નદી નાળા છલકાયા હતા.

જાંબુઘોડામાં બે દિવસ સિઝનનો 23 ટકા વરસાદ વધીને 100 ટકા પર પહોચ્યો હતો. જયારે ગોધરા તાલુકામાં અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાયા હતા. બે દિવસમાં ગોધરામાં 16 ઇંચ જેટલો વરસાદ નોધાતાં ગોધરા તાલુકામાં સિઝનનો 9.78 ટકા વરસાદ વરસીને 53 ટકા સુઘી થયો હતો. બે દિવસમાં જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી સીઝનનો કુલ 47.13 ટકા વરસાદ નોંધાયો હતો.

જે ગત વર્ષ 13 જુલાઇ સુધીના 15 ટકા કરતાં 32 ટકા કરતાં વઘુ સિઝનનો વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં શહેરા તાલુકામાં પણ સિઝનનો 50 ટકા વરસી જતાં ખેડૂતો ગેલમાં અાવી જઇને ખેતીમાં જોતરાઇ ગયા હતા. હજુ ચોમાસાની શરુઅાતમાં જિલ્લામાં 47 ટકા જેટલો સિઝનનો વરસાદ નોધાયો છે. જો અાવનારા દિવસમાં અાવી જ રીતે વરસાદ વરસે તો સિઝનનો 100 ટકા કરતાં વઘુ વરસાદ જિલ્લામાં વરસી શકે તેમ લાગી રહ્યું છે.

પાનમ ડેમમાં હાલ પાણીનો 37% જથ્થો અને હડફ ડેમમાં 6% જથ્થો ઉપલબ્ધ
જિલ્લાના જળાશયોમાં નવા નીર અાવ્યા છે. જિલ્લાના પાનમ ડેમમાં હાલ પાણીનું લેવલ 120.1 મીટર સુધી પહોચ્યુ છે. રૂલ લેવલ 125.88 મીટર છે. ડેમમાં હાલ 688 કયુસેક પાણીની અાવક થતા ડેમ 37 ટકા ભરાયો છે. મોરવા(હ)ના હડફ જળાશયમાં 250 કયુસક પાણીની અાવક થતાં ડેમ 6 ટકા ભરાયો છે. ડેમની સપાટી હાલ 159.1 મી. અને રૂલ લેવર 164.5 મીટર છે

અન્ય સમાચારો પણ છે...