પ્રમાણપત્રથી સન્માનિત:પંચામૃત ડેરીના સુવર્ણ જયંતી મહોત્સવની બાઇક રેલી યોજાઇ

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેરીના ચેરમેને રેલીમાં કર્મીઓને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા

પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના 3 લાખ દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરી વર્ષ 1973 માં ફકત 7 હજાર લીટર દૂધના સંપાદનથી શરૂ થયેલ દિન પ્રતિદિન પ્રગતિનાં ઉચ્ચ શીખરો સર કરતા કરતા તેનુ કાર્યક્ષેત્ર ફકત પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓ પૂરતી સીમીત ન રહી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ છત્તીસગઢ સુધી વિસ્તારી કૂલ 20 લાખ લીટર દૂધ પ્રતિદિન મેળવી વાર્ષિક ટર્ન ઓવર રૂા.4000 કરોડ સુધી પહોંચાડેલ છે. પંચામૃત ડેરીનાં 50 વર્ષ પૂર્ણ થતા સુવણૅ જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહી છે.

પંચામૃત ડેરી તેનાં કાર્યક્ષેત્ર પંચમહાલ, મહિસાગર તેમજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓનાં દૂધ ઉત્પાદકોને ઉત્સાહિત કરવા દૂધ સંઘનાં કર્મચારીઓની 50 બાઇકો(100 કર્મચારીઓ) તથા 600 કીમીની રેન્જને આવરી લેતી એક બાઇક રેલીનું તા.2 માર્ચ થી તા. 4 માર્ચ દરમ્યાન આયોજન કરેલ હતું. જેમા ચેરમેન જેઠાભાઇ ભરવાડના હસ્તે બાઇક રેલીમાં ભાગ લેનાર તમામ 100 કર્મચારીઓને મેડલ તેમજ પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...