પંચમહાલ જીલ્લાનું ગૌરવ વધાર્યું:ગોધરામાં નાની વયે સિવિલ જજની પરીક્ષા પાસ કરતા વકીલ મંડળ દ્વારા પંક્તિ સોનીનું સન્માન​​​​​​​ કરાયું

પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરાના જાણીતા પત્રકારની દીકરી સિવિલ જજની પરીક્ષા પાસ કરતા વકીલ મંડળ દ્વારા સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં જીલ્લામાં ન્યાયાધીશ સહિત વકીલો ઉપસ્થિત રહીને તેનું સન્માન કર્યુ હતું. સિવિલ જજ બની પંક્તિ સોનીએ સમગ્ર પંચમહાલ જીલ્લાનું પણ ગૌરવ વધાર્યુ છે.

નાની વયે પ્રથમ પ્રયાસે સિવિલ જજની પરીક્ષામાં ઉત્તીર્ણ
પંચમહાલ જિલ્લા વકીલ મંડળ ગોધરાના સભ્ય દ્વારા પંક્તિ પ્રદીપ સોની સિવિલ જજની પરીક્ષામાં નાની વયે પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થતા મંડળ દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંક્તિ સોનીનું જિલ્લા ન્યાયાધીશ જે.સી.દોશી તથા અન્ય ન્યાયાધીશોએ તેઓનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ પ્રકાશભાઈ બારોટ, મંત્રી ચિરાગભાઈ પરીખ તથા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પંચમહાલ જિલ્લામાંથી પાંચ વર્ષ બાદ સિવિલ જજ માટે પંક્તિ સોની નિયુક્ત થતા પંચમહાલ જિલ્લા વકીલ મંડળનું ગૌરવ વધાર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...