ગોધરા રેલવે સ્ટેશનના મુખ્ય દ્વાર સામે આદિવાસી જ્ઞાતિને ઉજગાર કરતી સુંદર રમણમય ચિત્ર દોરવાની કામગીરી રેલવે તંત્રએ હાથ ધરવામાં અાવી છે. જેના દ્વારા દૂર દૂરથી આવતા મુસાફરોને વિસ્તારના આદિવાસી સમાજને દર્શાવવાનો પ્રયાસ સાથે હેરિટેજ વિસ્તારને ચિત્રોમાં કંડારવામાં અાવી રહ્યુ છે.
ગોધરામાં જિલ્લાનું સૌથી મોટું રેલવે સ્ટેશન આવેલું છે. ગોધરા રેલવે સ્ટેશન ઉપર દરરોજે દિલ્હી, મુંબઈ, વડોદરા સહિતના મહત્વના શહેરોમાં જવા માટે મહત્વની ટ્રેનો પસાર થાય છે. જીલ્લાના લોકો અહીંયાથી રેલવેનો સફર કરતા હોય છે. રેલવે જીઅેમ ઇન્સ્પેક્શન માટે ગોધરા રેલવે સ્ટેશન ખાતે અાવનાર હોવાથી રેલવે તંત્ર દ્વારા તાડામાર તૈયારીઅો કરવામાં અાવી રહી છે.
જે અંતર્ગત સ્ટેશનના કમ્પાઉન્ડ વોલની દિવાલ પર રંગરોગાન સાથે અન્ય કામગીરી રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે રેલવે સ્ટેશનના મુખ્ય દ્વાર સામેની દીવાલ ઉપર જાંબુઘોડાની આસપાસ રહેતા આદિવાસી સમાજની જીવન શૈલી, આદિવાસીઓના પારંપરિક વસ્ત્રો તથા આભૂષણો સાથે મહિલા અને પુરુષ અને પાછળના ભાગમાં પાવગઢ પાછળના ભાગે અૈતિહાસીક પાવાગઢ સાથેનું એક સુંદર રમણીય ચિત્ર દોરવામાં આવી રહ્યું છે.
જેમા આધુનિકતાએ ભલે આંધળી દોડ લગાવીને લોકો ચાંદ ઉપર પોહચી ગયા હોય અને યુગ ભલે બદલાયો હોય પરંતુ આજે પણ આદિવાસી સમાજ ભાથીગળ જીવન જીવી રહ્યા હોવાનુ ચિત્રો દ્વારા પ્રસ્તુત કરવાના પ્રયાસ કરવામાં અાવી રહ્યો છે. જે ચિત્રો ગોધરા રેલવે સ્ટેશન ખાતે અવર જવર કરતા મુસાફરોની સીધી નજર પડે અને વિસ્તારના આદિવાસી સમાજની ઝાંખી પ્રસ્તુત કરવાના પ્રયાસ કરવામાં અાવ્યો છે. સાથે જિલ્લાના હેરિટેજ વિસ્તારને ચિત્રોમાં કંડારવામાં અાવી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.