ગોધરામાં રાજકીય માહૌલ ગરમાયો:બોગસ જાતિ પ્રમાણપત્ર વિરુદ્ધમાં આક્રોશ; આદિવાસી સમાજે મંત્રી નિમિષા સુથારનો પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓના શરૂ થયેલા ભણકારા સંભળાઈ રહ્યાં છે. આ સાથે જ આદિવાસી માટે અનામત મોરવા હડફ વિધાનસભા બેઠક માટે ભાજપ પુનઃ પોતાના રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી નિમિષા સુથારને પસંદ કરશે. આ દહેશતો સાથે આદિવાસી સમાજના અગ્રણી યુવાનો દ્વારા મોરવા હડફ તાલુકાના મોરા ગામે ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય મંત્રી નિમિષા સુથારના બોગસ જાતિ પ્રમાણપત્ર વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કરીને પૂતળા દહન કરતા મોરવા હડફ બેઠકનો રાજકીય માહૌલ ગરમાયો હતો. પરંતુ મંત્રીના પૂતળા દહનના આદિવાસી સમાજના અગ્રણીઓના અણધાર્યા કાર્યક્રમની ખબર સાંભળતા જ વહીવટી તંત્ર પણ રઘવાઈને દોડતું થયું હતું.

સાચા આદિવાસીઓ સાથે અન્યાય
મોરવા હડફના મોરા ખાતે બોગસ આદિવાસી નિમીષા સુથારનું પૂતળા દહન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં વર્ષ 2012-13માં પણ બોગસ આદિવાસી નિમિષા સુથારને ટિકિટ આપી સાચા આદિવાસીને અન્યાય કર્યો હતો. વર્ષ 2017માં અને 2020માં પેટા ચૂંટણીમાં પણ સાચા આદિવાસીને ખૂબજ અન્યાય કર્યો છે. તો હવે આદિવાસી સમાજ ચૂપ બેસે તેમ નથી જેના એંધાણ ભવિષ્યમાં આવનાર 2022 વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ રહ્યાં છે. બોગસ આદિવાસી નિમિષા સુથારને જ રિપીટ કરવામાં આવશે તો પુરા આદિવાસી એરીયામાં દરેક ગામોમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં અને દરેક ગામોમાં મોટા પાયે બેનરો તેમજ ગામમાં આવવાની સખત મનાઈ છે એવા પોસ્ટરો લગાવવામાં આવશે. જો આટલું કોઈ ન વિચારે તો ભવિષ્યમાં આદિવાસી સમાજ દરેક બાબતે લડવા તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...