જાહેરસભા:બીજા પક્ષો સત્તામાં આવવાના નથી એટલે મનફાવે એમ લાલચભરી જાહેરાતો કરે છે

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરા અને સંતરામપુરમાં મુખ્યમંત્રીની જાહેરસભા યોજાઇ : કાર્યકરો સાથે સેલ્ફી લીધી

મોરવા હડફના ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરવા હડફ વિધાનસભા સીટના મોરા ગામે જનસભા સબોધી હતી. મોરા ગામના એપીએમસી ગ્રાઉન્ડમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે, કેજરીવાલનુ નામ લીધાં વિના બીજા પક્ષો સત્તામાં આવવાના નથી એટલે જ મન ફાવે એમ લાલચ ભરી જાહેરાતો કરે છે. ત્યારે નરેન્દ્વ મોદી જેટલું આપી શકાય એટલી જાહેરાતો કરે છે એટલુ જ નહિં આપે પણ છે. દેશના પ્રધાનમંત્રીનું એક જ સુત્ર છે ABCD A એટલે આદિવાસી તેમ પોતાનાં સંબોધનમાં જણાવ્યુ હતું.

જયારે મહિસાગર જિલ્લાની 123 સંતરામપુર વિધાનસભા બેઠકના ઉમેદવારના પ્રચાર અર્થે મંગળવારે મુખ્યમંત્રીએ સંતરામપુર ખાતે સભા યોજી હતી. જ્યાં ભારતીય જનતા પાર્ટી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં અને ગુજરાતમાં જે વિકાસનાં કાર્યો કરવામાં આવ્યાં છે. તેમજ સરકારની વિવિધ યોજનાઓ જે પહેલાં લોકો સુધી નથી પહોંચતી તે હવે ભાજપના શાસનમાં લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમને કહ્યુ કે, પંચમહાલ અને રાજપીપળામાં આદિવાસી વિસ્તારમાં બે યુનિવર્સિટીની સ્થાપના અને આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે.

સંતરામપુર સભા બાદ મુખ્યમંત્રી કાર્યકર્તાઓને મળવા પહોચીને વાતચીત કરી હતી. ત્યારે કાર્યકરોએ સેલ્ફી લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સિનિયર કાર્યકર્તા કાનજીભાઇ પટેલના મોબાઇલમાં તેમની સેલ્ફી લીધી હતી. જયારે મોરવા(હ) બેઠકના મોરા ખાતે સભા બાદ ભુપેન્દ્ર પટેલ કાર્યકરો વચ્ચે પહોચી ત્યાં હાજર બાળકના હાલ ચાલ પૂછ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...