સિંચાઇ વિભાગ હસ્તક ગેટ બંધ અવસ્થામાં:ઓરવાડ-છાવડના ખેડૂતોની સિંચાઈ તળાવના ગેટ પાસે મરામત કરવાની માંગ; જિલ્લા પંચાયતના દંડકે કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાના સિંચાઈ તળાવો ઉપર ખેડૂતોને સિંચાઈની સગવડ મળે તે માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તળાવના ગેટ મરામતના અભાવના કારણે બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા હતા. જેથી ગોધરા તાલુકાના ઓરવડા, છાવડ, વડેલાવ, કાલિયાકુવા સહિત ગામના ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સહિત જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમારે કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી.

સિંચાઇ વિભાગ હસ્તક ગેટ લાંબા સમયથી બંધ અવસ્થામાં
રજૂઆતમાં જણાવાયું હતું કે નાની સિંચાઇ વિભાગ હસ્તક જે ગેટ બનાવવામાં આવ્યા છે તે લાંબા સમયથી બંધ અવસ્થામાં છે. માટે સમયસર આ ગેટની મરામત કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. માટે જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમારે ગ્રામજનો વતી નાની સિંચાઈ વિભાગ ગોધરાના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી હતી કે ગોધરા તાલુકાના સિચાઈં તળાવો ઉપર ખેડૂતની જમીનોને સિંચાઇની સગવડ મળે તે માટે ગેટ બનાવવામાં આવ્યા છે. જેમાં ગોધરાતાલુકાના ઓરવડા, છાવડ, વડેલાવ, કાલિયાકુવા સહિત તાલુકાના ઘણા જ સિંચાઇ તળાવ આવેલા છે, જે નાની સિંચાઇ વિભાગ હસ્તક છે. જેના ગેટ લાંબા સમયથી બંધ અવસ્થામાં છે અને તેની મરામત કરવાની પણ તાતી જરૂર ઊભી થઈ છે. માટે સત્વરે આ બંધ અવસ્થામાં મૂકી રાખેલા સિંચાઈના ગેટની મરામત કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. જે સંદર્ભે સબંધિત કચેરી દ્વારા સત્વરે સ્થળ મુલાકાત કરી સિંચાઇ તળાવના ગેટની મરામત કામગીરી હાથ ધરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને તેમણે રાજ્ય સરકારનો અને જિલ્લા પંચાયતના દંડક એ.બી.પરમારની આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...