પંચમહાલ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીની બેઠક સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મોરવા ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયાની ઉપસ્થિતિમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
આ બેઠકમાં અધ્યક્ષ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વર્ષ-2016-2022માં 71791ના લક્ષ્યાંક સામે 66220 આવાસો પૂર્ણ થયેલા છે. બાકી રહેલા 5571 આવાસો સામે પાયા ભરવાની કામગીરીમાં 1216 આવાસો, પ્લીન્થ પર 3786 આવાસો, લિન્ટલ પર 526 આવાસો અને રૂફ પર-43 આવાસો છે. તેમજ રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ હેઠળ ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી 42947 લાભાર્થીઓને સહાય, નિરાધાર વૃધ્ધ સહાય યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી 6108 લાભાર્થીઓને સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં 2742 લાભાર્થીઓને બેંક મારફત સહાય...
ઇન્દીરાગાંધી ડીસ એબીલીટી પેન્સન સ્કીમમાં 1805 લાભાર્થીઓને સહાય તેમજ મનરેગા યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વચ્છ ભારત મિશન, આત્મા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, PMJAY યોજના, શિક્ષણ, આરોગ્ય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્રે કલ્યાણ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, રોજગાર અને કૌશલ્ય વર્ધન યોજના તેમજ નાગરીકોને સ્પર્શતી યોજનાઓ હેઠળ થયેલા કામોની વિસ્તૃત ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા કરી જરૂરી સલાહ સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરવા હાંકલ કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એમ.ડી.ચુડાસમા અને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીના સભ્યો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.