ગોધરાના સાયન્સ કોલેજ પાછળ આવેલ ગુસાઈજી ઉત્સવ મંદિર ખાતે આજરોજ આઠમો અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઠાકોરજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ગોધરાના ગુસાઈજી ઉત્સવ મંદિર ખાતે આજરોજ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદથી આચાર્ય આભૂષણ બાબાની ઉપસ્થિતિમાં અન્નકૂટ અને ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો અન્નકૂટ મહોત્સવ અને ગોવર્ધન પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરાના સાયન્સ કોલેજ પાછળ આવેલા ગુસાઈજી ઉત્સવ મંદિર ખાતે પટેલ અને પટવારી ચોતરો આવેલો છે. જે 500 વર્ષ પહેલા પટેલ અને પટવારી આ બંને દેવી જીવોનો ઉદ્ધાર ગુંસાઈજીએ પધારીને કર્યો હતો. ત્યારથી આ જગ્યા પટેલ પટવારી બેઠકજીનો ચોતરો તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં જે કોઈ પણ શ્રદ્ધાળુઓ આવે છે તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.