અન્નકૂટનું આયોજન:ગોધરામાં લાલબાગ ટેકરી મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન; શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દર્શન-પ્રસાદીનો લ્હાવો લીધો

પંચમહાલ (ગોધરા)17 દિવસ પહેલા

ગોધરામાં આવેલા લાલબાગ ટેકરી મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અન્નકૂટ દર્શન અને પ્રસાદીનો લ્હાવો લીધો હતો.

શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદીનો લ્હાવો લીધો
ગોધરા ખાતે આવેલા લાલબાગ ટેકરી મંદિરે દર વર્ષે અન્નકૂટ દર્શનનું આયોજન દેવ દિવાળીના દિવસે રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાના લીધે અન્નકૂટ દર્શન મોકૂફ રાખવામાં આવ્યું હતુ. ત્યારે આજરોજ ઉત્પત્તિ એકાદશીના શુભ મુહૂર્તના દિવસે રાજ યોગ અમૃતયોગ હોવાના કારણે આજે અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી અન્નકૂટ દર્શન અને પ્રસાદીનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...